Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 year Projects- મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાતને છેલ્લા 9 વર્ષમાં શું મળ્યું, જાણો પ્રોજેક્ટ્સની વિગત

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (15:19 IST)
- મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
 
- રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
 
અમદાવાદઃ 26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં મોદીએ ગુજરાતના વિકાસને પણ પ્રાથમિકતા આપી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમણે ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને આપેલા કેટલાક પ્રોજેક્ટો માહિતી મેળવીએ. 
 
સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી
વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું. 
 
વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી
વડાપ્રધાન બન્યા પછી  મોદીએ માર્ચ 2015માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800  કરોડ આપવાનું નક્કી કર્યું.
 
બુલેટ ટ્રેન
14 સપ્ટેમ્બર, 2017ના રોજ મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે.
 
ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના
વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી. 
 
રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ
આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
 
AIIMS, રાજકોટ
ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં AIIMS જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. 
 
કચ્છમાં હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.
 
લાઇટ હાઉસ પ્રોજેક્ટ રાજકોટ
લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.
 
સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસીઓ માટે અહીંયા 12 નવા પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. 
 
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન
મે, 2022માં વડાપ્રધાન મોદીના હસ્તે જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
 
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
સપ્ટેમ્બર, 2022માં મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે. 
 
GIFT સીટીમાં ભારતના પ્રથમ IFSCAના હેડક્વાર્ટરનો શિલાન્યાસ
ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.
 
GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ 
વડાપ્રધાન મોદી દ્વારા જૂલાઈ, 2022માં ગાંધીનગર GIFT સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) તેમજ NSC IFSC-SGX કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા.
 
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રારંભ
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો. સપ્ટેમ્બર 2022માં મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે. 
 
તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી
જૂલાઇ 2022માં મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. 
 
રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ
કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. 
 
ભારતમાલા પરિયોજના
ભારત સરકારની ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ ગુજરાતમાં 1000 કિમીથી વધુના રોડ-રસ્તાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 
 
ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 
 
સ્માર્ટ સિટી મિશન
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. 
 
સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ
26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, પણ અલ્લુ અર્જુનને આજે જેલમાં વિતાવવી પડશે રાત, સવારે મળશે મુક્તિ

Pudi eating competition- આ પોલીસકર્મીએ 60 પુરીઓ ખાઈને ગોંડાને ગૌરવ અપાવ્યું

International Monkey Day: આજે ઉજવાઈ રહ્યો છે 'ઈન્ટરનેશનલ મંકી ડે', જાણો તેનું મહત્વ

LIVE Pushpa 2 superstar Allu Arjun Bail - અલ્લુ અર્જુનને જામીન મળી ગયા

Margashirsha Purnima- ધન પ્રાપ્તિ માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે આ છોડને ઘરમાં લગાવો.

આગળનો લેખ
Show comments