Dharma Sangrah

ગુજરાત બન્યું ગરમલાય, તાપમાનમાં થયો 1 થી 4 ડિગ્રીનો વધારો

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (14:29 IST)
રાજ્યના ઘણા સ્થળોએ મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતા 1 થી 4ડિગ્રી વધુ નોંધાયું છે. સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન મહુવામાં નોંધાયું હતું જે સામાન્ય કરતા 3 ડિગ્રી વધુ હતું. 
 
આ ઉપરાંત ભૂજ, કંડલા એરપોર્ટ, રાજકોટ, દીવ,સુરેન્દ્રનગર અને વડોદરામાં 38 ડિગ્રી, અમરેલી,પોરબંદર, કેશોદ, અમદાવાદ,ડીસા, ગાંધીનગર અને સુરતમાં 37 ડિગ્રી,નલિયા અને ભાવનગરમાં 36, જ્યારે વલસાડમાં 35ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 
 
આ જ સમયગાળામાં લઘુતમ તાપમાન પણ 1થી 5 ડિગ્રી વધારે નોંધાયું. દીવમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી હતું જે સામાન્ય કરતા5 ડિગ્રી હતું. હવામાન વિભાગે લોકોને ખાસ કરીને નાના છોકરાઓ અને વડીલોને ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવાજણાવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમા કોઈ નોંધપાત્ર ફેરફાર રહેશે નહીં.
 
હવામાન વિશેષજ્ઞએ જણાવ્યું કે, આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં પવનોનું જોર ઘટશે, જેને કારણે રાજ્યનાં મોટાભાગનાં શહેરોનાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. જેને કારણે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી વધીને 40 ડિગ્રી તેમજ કેટલાંક વિસ્તારોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા છે. 
 
જો કે, આગામી 17 માર્ચની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન રાજસ્થાન સુધી પહોંચતા ગુજરાતમાં બે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે. પરંતુ, વરસાદ પડવાની શક્યતા નહિવત છે.16મી માર્ચથી પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે, જેની અસરોથી અરુણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ‌, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં થંડર સ્ટ્રોમથી લઇને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments