Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weather Forecast Gujarat - રાજયમાં આગામી દિવસોમાં વરસાદ ઘટવાની શકયતા : હવામાન વિભાગ

Webdunia
બુધવાર, 26 ઑગસ્ટ 2020 (13:13 IST)
હવામાન વિભાગે તા. ૨૯ થી ૩૧મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શકયતા વ્યક્ત કરી છે. તેની સાથે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ શક્યતા દર્શાવી છે. 
 
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર દ્રારા તમામ અધિકારીઓને ઓનલાઈન આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૯૩ તાલુકાઓમાં ૧ મી.મી. થી લઇ ૪૮ મી.મી. સુધી વરસાદ નોંધાયેલ છે. કચ્છ જિલ્લાના લખ૫ત તાલુકામાં સૌથી વધુ ૪૮ મી.મી. વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૫/૦૮/૨૦૨૦ અંતિત ૮૮૭.૩૬ મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની સરેરાશ ૮૩૧ મી.મી. ની સરખામણીએ ૧૦૬.૭૮% છે.
 
IMDના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વરસાદ ઘટવાની શકયતા છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. 
 
આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ હળવો કે નહિવત રહેશે. બંગાળની ખાડીના ઉતરી ભાગમાં હળવુ દબાણ તેમજ ઉત્તર-૫શ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયકલોનીક સરકયુલેશન ઉ૫રાંત દક્ષિણ-૫શ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક બીજુ હળવુ દબાણ બનવાથી તા.૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી દેવભુમી દ્વારકા ઉ૫રાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા છે.
 
કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, ચાલુ વર્ષે તા.૨૪/૦૮/૨૦૨૦ સુધીમાં અંદાજીત ૮૨.૯૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૭૯.૭૦ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૭.૭૪% વાવેતર થયુ છે.
 
સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં ૨,૩૨,૭૧૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૬૯.૬૬% છે. તેમજ રાજયનાં ૨૦૫ જળાશયોમાં કુલ સંગ્રહ ૭૪.૮૯% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૧૩૬ જળાશય, એલર્ટ ૫ર કુલ-૧૬  જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર ૧૨ જળાશય છે.
 
આગામી સપ્તાહમાં તા.૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી હોઇ તમામ વિભાગોએ સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારી કરવા હર્ષદ પટેલે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Cyclone Chido - 55KMની ઝડપે તોફાની પવનની ચેતવણી, ભારે વરસાદ, શીત લહેર, ગાઢ ધુમ્મસ; 25 રાજ્યો માટે IMDની ચેતવણી

ગુજરાતમાં દરિયા કિનારે 300 રૂમ ધરાવતી 17 માળની આલીશાન હોટેલ બનાવવામાં આવી રહી છે; બેઠકમાં SRFDCLનો નિર્ણય

યુપીમાં પારો 8 ડિગ્રી સુધી નીચે જશે, બિહારના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ

ક્રિસમસ પહેલા અમેરિકાની શાળામાં માતમ, ગોળીબારમાં 5 નાં મોત, ફાયરિંગ કરનારા સગીર પણ ઠાર

જ્યોર્જિયામાં 11 ભારતીય નાગરિકોના મોત, એમ્બેસીએ જાહેર કર્યું નિવેદન, જાણો કારણ

આગળનો લેખ
Show comments