Webdunia - Bharat's app for daily news and videos

Install App

૭૨મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પ્રજાજોગ સંદેશ

Webdunia
મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (16:38 IST)
સ્વરાજ માટે બલિદાન આપનારા શહિદોનું સપનું સુરાજ્યની સ્થાપના 
દ્વારા સાકાર કરીએ : ‘લીવ ફોર ધ નેશન’ સૂત્ર અપનાવીએ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૭૨માં સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા. આઝાદીના લડવૈયાઓએ ‘ડાય ફોર ધ નેશન’ સૂત્ર અપનાવ્યું હતું. તેમના પગલે આપણને આઝાદી મળી અને હવે આપણે સ્વરાજ્યમાંથી સુરાજ્ય તરફ જવા લીવ ફોર ધ નેશન’ સૂત્રને આત્મસાત કરવું પડશે.. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ.દેશ જ્યારે આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાનું સ્મરણ સ્વાભાવિક જ થઇ જાય છે. સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા. દેશ માટે મરી ફિટનારા એ સૌને નમન કરવાનો આ આઝાદી પર્વનો ઉત્સવ છે. આપણા માટે ગૌરવની બાબત એ છે કે આઝાદીના શિરમૌર એવા બે મહાન વ્યક્તિત્વ મહાત્મા ગાંધી-સરદાર સાહેબ ગુજરાતની ભૂમિના સંતાન હતા. સ્વરાજ્ય માટે તેઓ ખપી ગયા. સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષ યાત્રાની સફળતાએ ૧૯૪૭માં આપણને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશે સ્થાન અપાવ્યું. ભાઇઓ-બહેનો, આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. ગુલામીની વાત આજે પણ સાંભળીએ છીએ ત્યારે કાળજુ કંપી જાય છે.  આઝાદીનું શું મહત્વ હોય એ ત્યારે આપણને સમજાય છે. સ્વરાજ્ય-આઝાદી માટે ખપી જનારા ભારત માતાના સપૂતોના બલિદાન-ત્યાગ રાષ્ટ્રપ્રેમ, ફનાગીરી આજે પણ આપણને ગુલામીના કાળખંડની કાલિમા તાજી કરાવે છે. એ સપૂતોએ આપણને સ્વરાજ્ય અપાવ્યું સ્વતંત્રતાનો અધિકાર અપાવ્યો પરંતુ કમનસીબે આઝાદીની સાથે આ અધિકાર ભાવનો અતિરેક થતો ગયો. રાષ્ટ્ર માટે-દેશ માટે- સમાજ માટેનો કર્તવ્યભાવ ધીરે ધીરે લોપ થવા લાગ્યો અને એટલે સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્યનું સપનું સાકાર ન થઇ શકયું. મિત્રો, કોઇ પણ લોકશાહી, કોઇ પણ વ્યવસ્થા, કોઇ પણ પ્રજા જીવન કયારેય કર્તવ્ય ભાવ વગર આગળ ધપી જ ન શકે. શું આપણને નથી લાગતું? જે મહાપુરૂષોએ સ્વરાજ્ય માટે સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા એમના બલિદાનની ગાથાને સુરાજ્યની યાત્રાથી ઊજાગર કરવામાં અત્યાર સુધી કોઇને કોઇ ઉણપ રહી હોય. એટલે જ કહેવાતું હતું કે ‘ડાય ફોર ધ નેશન’ અને ‘લીવ ફોર ધ નેશન’ ભાઇઓ-બહેનો, જેમ સ્વરાજ્યની લડતમાં ગુજરાતના બે સપૂતો મહાત્મા ગાંધી-સરદાર સાહેબે નેતૃત્વ કર્યું. તેમ સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાની વિકાસયાત્રાનું નેતૃત્વ પણ આપણી ગુર્જરભૂમિના સંતાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં જનતા જનાર્દનના આશીર્વાદ અને સમર્થનથી-વિશ્વાસથી છેલ્લા રર વર્ષથી સતત સાતત્યપૂર્ણ અને સ્થિર શાસનથી આપણે વિકાસના નવા બેન્ચમાર્ક સર કર્યા છે. માત્ર, સત્તામાં રહેવું કે સરકાર ચલાવવી એવા સિમીત ઉદેશથી નહિ, પરંતુ જન-જનનો વિકાસ દરેકની સુખાકારીની ખેવના માટે આ સરકાર કર્તવ્યરત છે. શોષિત, પીડિત, વંચિત, ગરીબ, ખેડૂત, ગ્રામીણ, યુવાનો-માતા-બહેનો હરેકને સમાજના દરેક તબક્કાને વિકાસના સમાન અવસર આપણે આપ્યા છે. શિક્ષણ હોય-આરોગ્ય હોય-સામાજીક સમરસતા-શાંતિ સલામતિ હોય કે જનશક્તિના સહયોગથી, પછી ભલે જળસંચય હોય ગુજરાતે હંમેશા દેશને નવતર રાહ ચીંધ્યો છે. આજે ૭રમા સ્વાતંત્ર્ય પર્વે ગૌરવ સાથે કહી શકીયે છીયે કે, ભારતના વિકાસમાં ગુજરાતનો વિકાસ એ આપણે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ભાઇઓ-બહેનો,  નરેન્દ્રભાઇ મોદીએ સર્વાંગી વિકાસની બુનિયાદ શક્તિ પંચામૃત આધારિત વિકાસની કેડી કંડારી છે. ૭રમાં સ્વાતંત્ર્ય પર્વે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીયે. જ્યાં છીયે ત્યાં દેશહિત-સમાજહિત-રાજ્યહિત માટે સદાસર્વદા કર્તવ્યબદ્ધ રહીશું. શાંતિ-સમરસતા અને વિકાસના માર્ગે ગુજરાતની પ્રતિષ્ઠા આગળ વધારીએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments