Webdunia - Bharat's app for daily news and videos

Install App

વલસાડ કોલેજના ગ્રાઉન્ડમાં એક યુવતી સાથે ચાર યુવકો સામૂહિત દુષ્કર્મ આચર્યું

Webdunia
ગુરુવાર, 14 જૂન 2018 (13:12 IST)
વલસાડ શહેરમાં એક યુવતી સાથે ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે ચારોય આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી મુજબ ઘરકામ કરતી એક પરિણીત મહિલાને ફોસલાવીને ચાર મિત્રોએ મંગળવારે રાત્રે વલસાડ કોલેજના ગ્રાઉન્ડમાં સામૂહિત દુષ્કર્મ આચર્યું હતું. મૂળ છરવાડાની અને હાલ અબ્રામા ખાતે રહેતી 23 વર્ષીય યુવતીના હિતેશ સાથે પ્રેમલગ્ન થયા હતા. જોકે પતિ સાથે મારઝૂડ થતાં તે બે સંતાનોને હિતેશ પાસે મુકીને ગુંદલાવ પાસે એક સંબંધી સાથે રહીને કેટરિંગનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન કેટરર્સમાં કામ કરતા અને ખડકીભાગડા ખાતે રહેતા નિલેશ સાથે સવિતાની ઓળખાણ થઈ હતી. મંગળવારે સવિતા વલસાડ કામ પતાવી મોડી સાંજે ધારાનગર જવા બસ સ્ટેશન પાસે ઉભી હતી, ત્યારે નિલેશના મિત્ર એવા વિજયે તેની પાસે બાઈક લઈને આવી જણાવ્યું કે, મારે કામ છે તેમ કહીં સવિતાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. જ્યાં વિજય પટેલે સૌપ્રથમ  બળાત્કાર કર્યા બાદ નિલેશે પણ પરિણીતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન ત્યાં પહોંચેલા બળાત્કારીઓના અન્ય બે મિત્રોએ પણ મહિલા સાથે જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. બળાત્કારીઓ આટલેથી જ અટક્યા ન હતા. નિલેશ અને આનંદે ફરી મહિલા સાથે દુષ્કર્મ કરતાં તેણીની હાલત ખરાબ થઈ ગઈ હતી. ત્યાર બાદ અજય પટેલે પણ મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તક મળતાં મહિલાએ પોલીસ કંટ્રોલના 100 નંબર પર ફોન કરી દીધો હતો. જેની જાણ થાતં જ ચારેય આરોપીઓ મહિલાને ફટકારી હતી અને બાદમાં ભાગી છૂટ્યા હતા. મહિલા ત્યાંથી જેમતેમ ચાલતી ચાલતી કોલેજની હોસ્ટેલ પાસે પહોંચી હતી. જ્યાં હાજર વોચમેનની મદદથી પોલીસને બોલાવી હતી. જે બાદ તેણીને 108 દ્વારા વલસાડ સિવિલમાં દાખલ કરાઈ હતી. પોલીસે મહિલાની ફરિયાદને આધારે દુષ્કર્મનો ગુનો નોંધી, ચારેય આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments