Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 7 April 2025
webdunia

સુરતમાં વિદ્યાર્થીની પર શિક્ષકે બળાત્કાર ગુજાર્યો

વિદ્યાર્થી
, ગુરુવાર, 14 જૂન 2018 (12:58 IST)
સુરતમાં ફરીવાર શિક્ષકે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થિની પર સ્કૂલના વોશરૂમમાં બળાત્કાર કર્યા હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઈ છે. શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી બ્લેકમેલિંગ કરી ત્રણેક મહિના પહેલાં જબરદસ્તી લગ્ન કરી લીધાં હતાં આ અંગેની વિગતો એવી છે કે, ડિંડોલી નવાગામ જલારામનગર સોસાયટીમાં રહેતા અને ઉધનાની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય દિલીપ પાટોળે વર્ષ 2013માં ડિંડોલીની વિદ્યાવિહાર સ્કૂલમાં ધોરણ 12ની એક વિદ્યાર્થિની પર દાનત બગાડી હતી. વિદ્યાર્થિની પર સ્કૂલના વોશરૂમમાં જ નરાધમ શિક્ષક વિજયે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, શિક્ષકે વિદ્યાર્થિની સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી તેણીને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો. આ પછી શિક્ષકે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી શિક્ષકે પત્ની બનેલી વિદ્યાર્થિનીને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને દહેજમાં આઠ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમજ પિયરથી પૈસા લાવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, તેના મિત્રોએ પણ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'