Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 24 March 2025
webdunia

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'

કોંગ્રેસે પૂછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ..'
નવી દિલ્હી , ગુરુવાર, 14 જૂન 2018 (11:12 IST)
. કોંગ્રેસે ભાજપા નેતાઓ પર મોટો હુમલો કરતા ટ્વિટર પર સત્તારૂઢ પાર્ટીના નેતાઓ સાથે બળાત્કારી બાબાઓનો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા કોંગ્રેસે પુછ્યુ બળાત્કારી બાબાઓ સાથે ભાજપા નેતાઓનો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. 
 
એક મિનિટના આ વીડિયોમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી બળાત્કારી બાબાઓ સાથે દેખાય રહ્યા છે. વીડિયોમાં સૌ પહેલા રાજનાથ ફળાહારી બાબા સાથે દેખાય રહ્યા છે. ત્યારબાદ જુદી જુદી તસ્વીરોમાં ફળાહારી બાબા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે છે. 
 
ત્યારબાદ બળાત્કારીના આરોપી દાતી મહારાજ સાથે ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને શિવરાજ સિંહની તસ્વીરો છે. વીડિયોમાં હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ ગુરમીત રામ રહિમ સિંહ સાથે દેખાય રહ્યા છે. 

ત્યારબાદની ક્લિપમાં બળાત્કારી બાબા આસારામ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ અને છત્તીસગઢના સીએમ રમનસિંહને આશીર્વાદ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમા આસારામ સાથે ઉભા દેખાય રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Eid mubarak 2018 : આજે જોવામાં આવશે ઈદ મુબારકનો ચાંદ