Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદી ઝાંપટાં સાથે કરા પડ્યા

Webdunia
સોમવાર, 9 એપ્રિલ 2018 (12:35 IST)
ગુજરાતમાં ગરમીની અસર શઈ થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાંપટા પડ્યા હતાં. જેમાં અમરેલીનાં બાબરામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં.   અચાનક જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડતાં જ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતાં. સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, અમરેલી, જશદણ, દ.ગુજરાતના વિસ્તારોમાં અને કચ્છમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો.

રાજકોટના વાતાવરણમા અચાનક પલ્ટો થયો હતો અને ઢાંઢીયા ત્રંબા કાળીપાટ સહિતના ગામોમા વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. ઢાંઢીયા ગામે વરસાદની સાથે કરાનો ધોધમાર વરસાદ પડ્યો હતો. . ખાવડા સહિત ઘણાં વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો જેના કારણે વાતાવરણમાં પલટો થતાં ગરમીમાં રાહત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં ડાંગનાં પૂર્વ પટ્ટીમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો જ્યાં પણ કાલીબેલ અને સરવર ગામ વચ્ચે કરા પડ્યા હતાં. જ્યારે પીપલદહાડથી મહારાષ્ટ્ર બોર્ડર પર ધોધમાર વરસાદ પડ્યો. સુબિરમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક રેલાઈ ગઈ હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ પણ કમોસમી વરસાદી પડ્યો હતો. આ વરસાદને પગલે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. જો હજુ આવું જ વાતાવરણ રહ્યું તો કેરીના પાકમાં બગાડ આવી શકે છે અને સારી કેરીઓ બજારમાં આવવામાં વધુ મોડું થશે એવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments