Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 March 2025
webdunia

સૌરાષ્ટ્રની પંજાબ નેશનલ બેંકની શાખાઓમાંથી લોકોએ ટપોટપ થાપણો ઉપાડવા માંડી

સૌરાષ્ટ્રની પંજાબ નેશનલ બેંકની શાખાઓમાંથી લોકોએ ટપોટપ થાપણો ઉપાડવા માંડી
, શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:39 IST)
દેશની બીજા નંબરની ટોચની બેંક એવી પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં રૂ.૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ બેંકના થાપણદારોમાં ચિંતાના ઘોડાપુર ઉમટી પડયા છે અને પરિણામ સ્વરૂપ આ બેંકમાં રહેલી પોતાની થાપણો ટપોટપ ઉપાડવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે બેંકના વર્તુળોએ જણાવ્યુ હતુ કે, રાજકોટની પંજાબ નેશનલ બેંકની ૭ સહિત સૌરાષ્ટ્રમાં આવેલી કુલ પર (બાવન) બ્રાન્ચોમાંથી છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો ઉપાડી લેવામાં આવી છે.

જો કે વર્તુળોએ દાવો કર્યો છે કે આ બેંક સરકારી બેંક હોવાથી બંધ થવાની નથી  માત્ર ડરના માર્યા થાપણદારો પોતાની થાપણો ઉપાડી રહ્યા છે. આ અંગે બેન્કીંગ વર્તુળોએ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મુંબઇ સ્થિત આ બેંકની શાખામાં ૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ  બેંકના ખાતેદારો-થાપણદારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ અને તેની સીધી અસર બેંકની રાજકોટ-સૌરાષ્ટ્રની શાખાઓ ઉપર પડી હતી. આ બેંકની રાજકોટમાં જયુબેલી ચોક, આર.કે.નગર, શિવનગર, કાલાવાડ રોડ, મોટા મવા સર્કલ, રૈયા રોડ વગેરેએ શાખાઓ આવેલી છે જયાં છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો થાપણદારોએ કટકે-કટકે ઉપાડી લીધી છે. આવી જ સ્થિતિ આ બેંકની સૌરાષ્ટ્રમાં આવેલી તમામ પર શાખાઓ જોવામાં મળી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો કૌભાંડી નિરવ મોદીની ગુજરાત કનેક્શનની જાણી અજાણી વાતો