Webdunia - Bharat's app for daily news and videos

Install App

છોટાઉદેપુરમા આદિવાસી પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધીને માર્યો માર, વીડિયો વાયરલ થયા પછી 9ની ધરપકડ

Webdunia
બુધવાર, 21 જુલાઈ 2021 (21:10 IST)
ગુજરાતમાં આદિવાસી દંપતીનું અપહરણ કરીને તેમને ઝાડ સાથે બાંધીને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના છોટા ઉદેપુર જિલ્લાની છે. બુધવારે અહીંની પોલીસને સમાચાર મળ્યા હતા કે આ જિલ્લાના એક ગામમાં રહેતા દંપતીને પહેલા અપહરણ કરીને પછી ઝાડ સાથે બાંધીને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. તેના ઉપર ભાગવાનો આરોપ હતો. પોલીસે આ કેસમાં 9 લોકોની ધરપકડ કરી છે.
 
મળતી માહિતી મુજબ, છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામ ખાતે ગઈકાલે આ બનાવ બન્યો હતો. આ મામલે રંગપુર પોલીસ મથક ખાતે નવ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવ અંગેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતીને એક ખેતરમાં ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. જે બાદમાં બેથી ત્રણ લોકો લાકડી વડે યુવક-યુવતીને ડોર માર મારી રહ્યા છે. એક ક્ષણે માર સહન ન થતાં યુવતી જમીન પર ઢળી પડે છે. આ દરમિયાન યુવક અને યુવતી પીડા સહન ન થતાં બૂમો પાડી રહ્યા છે.
 
આ બનાવના રાજ્યમાં આકરા પડઘા પડ્યાં હતા. જે બાદમાં સરકાર તરફથી પણ આ મામલે દોષિતોને દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક પછી એક આરોપીની ધરપકડ કરી હતી. યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ તેણીને ગામમાં લાવીને તેના પર જુલમ ગુજારવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments