Festival Posters

Weather - ગુજરાતમાં ફરી બદલાશે હવામાન, ઉનાળાની શરૂઆત પહેલાં જ પડશે વરસાદ

Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (10:41 IST)
-ગુજરાતમાં કઈ તારીખે વરસાદની શક્યતા
-રાજ્યના કયા જિલ્લામાં વરસાદની આગાહી?
-વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે અને ક્યાંથી ભારત તરફ આવે છે?
 
Weather Updates- ગુજરાતમાં હવે શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, હાલ અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી વધી રહી છે.
 
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેના કારણે હજી પણ ખેતરમાં રહેલા રવી પાક પર તેની અસર થાય તેવી શક્યતા છે.
 
29 ફેબ્રુઆરીના રોજ ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને આ સિસ્ટમ વધારે મજબૂત હોવાને કારણે ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં તેની અસર થશે અને કેટલાંક રાજ્યોમાં ભારે તથા કેટલાંક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
 
ગુજરાતમાં કઈ તારીખે વરસાદની શક્યતા
ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એકબાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારત પર શરૂ થઈ જશે. આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં થશે અને ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ થશે.
 
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ થશે. આ બે દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટાશે.
 
આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત વરસાદ સાથે થશે ઉપરાંત ગુજરાતમાં પવનની દિશા પણ બદલાશે અને તેની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.
 
 
રાજ્યના કયા જિલ્લામાં વરસાદની આગાહી?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ભારતની નજીક પહોંચશે ત્યારે તેને અરબી સમુદ્રમાંથી પણ મદદ મળશે. દરિયા પરથી આવતા પવનો ભેજ લાવશે, જેના કારણે આપણે ત્યાં વરસાદ પડશે.
 
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 1 માર્ચના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્રા સુરેન્દ્રનગર તથા બોટાદમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
2 માર્ટના રોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ તથા છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આ ઉપરાંત હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક બીજા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન વધશે અને રાત્રી દરમિયાનના લઘુતમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે.
 
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર તથા રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની શક્યતા છે.
 
સિસ્ટમ આવતા ભારે વરસાદ ક્યાં પડશે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધારે અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં થતી હોય છે, એટલે જ્યારે આ સિસ્ટમ ભારત પાસે પહોંચશે તો તેના લીધે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
 
આ ઉપરાંત રાજસ્થાન, હરિયાણા તથા દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.
 
હવામાન વિભાગે મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. ક્યાંક હળવો તો ક્યાં મધ્યમ અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
 
હિમાલયના ઊંચા પહાડો પર આ સમયગાળા દરમિયાન બરફવર્ષા પણ થવાની શક્યતા છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે અને ક્યાંથી ભારત તરફ આવે છે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાય છેઇમેજ સ્રોત,GETTY 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પ્રકારનું તોફાન કે આંધી છે, જે ભૂમધ્ય સાગર કે કાસ્પિયન સમુદ્રમાં સર્જાય છે. જે બાદ તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારત પર આવે છે.
 
આ સિસ્ટમને કારણે ભારતમાં ચોમાસા સિવાય ખાસ કરીને શિયાળામાં વરસાદ પડે છે અને તેની સૌથી વધારે અસર ઉત્તર અને પશ્ચિમ ભારત પર થાય છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને એક્સ્ટ્રો ટ્રોપિકલ સ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે, જે એક પ્રકારની લૉપ્રેશર સિસ્ટમ છે. જે ઉત્તર ભારતમાં અને હિમાલયના પહાડોમાં બરફ વર્ષા માટે ખૂબ જરૂરી છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ખૂબ મજબૂત હોય ત્યારે તે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર સુધી તેની અસર દેખાય છે.
 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ વિક્ષોભ, સાદી ભાષામાં સમજીએ તો આ સિસ્ટમ પશ્ચિમ તરફથી આવે છે અને ભારતના હવામાનમાં વિક્ષોભ ઊભો કરે છે તેથી તેને પશ્ચિમ વિક્ષોભ કહેવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments