Weather News - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઘણાં બધાં રાજ્યોના હવામાનમાં પલટો આવશે. ગુજરાતના પાડોશી રાજ્યોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ફરી આજથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે
પહાડોમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. હવામાન વિભાગે સોમવારે દિલ્હી-NCRમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ, રાજધાનીમાં વાદળછાયું આકાશ અને ઝરમર વરસાદ રહેશે જેના કારણે તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થશે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે
હવામાન વિભાગની ફરી એકવાર રાજ્યના વાતાવરણને લઈ આગાહી સામે આવી છે. આગાહી મુજબ આગામી એક સપ્તાહમાં રાજ્યભરમાં વાતાવરણ સુકુ રહેશે.