Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી ફરી આવશે ગુજરાતની મુલાકાતે, સાયન્સ સિટી ખાતે રાજ્ય S&T મંત્રી પરિષદનું ઉદ્ઘાટન કરશે

Webdunia
ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2022 (09:12 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) મંત્રીઓની 2 દિવસીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે.
 
આ અંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) વિજ્ઞાન અને ટેકનોલોજી; રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પૃથ્વી વિજ્ઞાન; PMO, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે, અહીં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સત્તાવાર બેઠક બાદ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વખતે દરેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને લગતી સંબંધિત નવી ટેકનોલોજીઓ અને અલગ અલગ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો “ઇઝ ઓફ લિવિંગ” માટે તેનો શ્રેષ્ઠતમ અમલ કરી શકે તે માટે આ પરિષદને અલગ ફોર્મેટ આપવામાં આવી રહ્યું છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, આ સંમેલન કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અંતર અને એકલા કામ કરવાની સ્થિતિને દૂર કરવામાં પણ મદદ કરશે, તેમજ સમગ્ર દેશમાં વધુ તાલમેલ દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી અને આવિષ્કાર (STI)ની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.
 
તમામ 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ, 8 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો, રાજ્યોના મુખ્ય અધિકારીઓ - મુખ્ય સચિવો, રાજ્યોમાં S&Tના અગ્ર સચિવો અને ભારત સરકારના તમામ વિજ્ઞાન સચિવો જેમ કે, DST, DBT, DSIR, MoES, DAE, DoS, ICMR, ICAR, જલ શક્તિ, MoEF & CC, MNRE અને 100 કરતાં વધુ સ્ટાર્ટ અપ અને ઉદ્યોગોના CEO આ બે દિવસીય વિજ્ઞાન પરિષદમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.
 
ડૉ. જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે, આ બે દિવસીય વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદમાં એક નવું પરિમાણ હશે કારણ કે ઘણા પગલાં લક્ષી નિર્ણયો લેવામાં આવશે તેમજ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાષ્ટ્રીય STI નીતિની એરણે વ્યક્તિગત STI નીતિ ઘડવા માટે કહેવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, સહકારી સંઘવાદની સાચી ભાવના ધ્યાનમાં રાખીને, કેન્દ્રદ્વારા રાજ્યોને તેમની રાજ્ય STI નીતિઓ ઘડવામાં મદદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમની વિશિષ્ટ STI જરૂરિયાતો, પડકારો અને અંતરાયોના ક્ષેત્રો પર ધ્યાન આપવા અને ઉકેલો તૈયાર કરવા માટે રાજ્યો સાથે સંયુક્ત રીતે કામ કરશે.
 
ડૉ. જિતેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યો દ્વારા R&D, આવિષ્કાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને રાજ્યોમાં STI ઇકોસિસ્ટમના મજબૂતીકરણ માટે કેન્દ્ર-રાજ્ય વચ્ચે સંકલન અને સહયોગની પદ્ધતિને મજબૂત કરવાના મોટા ધ્યેય તરફ રાજ્યોએ તેમની નીતિઓને સંરેખિત કરવા માટે સક્રિય બનવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યો S&T હસ્તક્ષેપો દ્વારા તેમની સ્થાનિક સમસ્યાઓના ઉકેલો શોધવામાં સક્ષમ હોવા જ જોઇએ અને તેમને વચન આપ્યું હતું કે, જ્ઞાન સંસ્થાઓ અને નિષ્ણાતોને સાથે જોડીને આવા ઉકેલોની શોધવાં કેન્દ્ર દ્વારા તમામ પ્રકારે મદદ કરવામાં આવશે. મંત્રીશ્રીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે, કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે નબળો S&T આધાર અને સંસ્થાકીય શક્તિ છે અને તેથી તેઓએ તેમની સંસ્થાઓને અવશ્યપણે કેન્દ્ર સરકારની R&D અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડવી જોઇએ.
 
ડૉ. જિતેન્દ્ર સિંહે આ બેઠકમાં સહભાગી થયેલા લોકોને કહ્યું હતું કે, લગભગ દરેક રાજ્યમાં S&T પરિષદ છે પરંતુ માત્ર અમુક જ રાજ્યો સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને તેથી રાજ્યો સાથેના જોડાણને S&T પરિષદના સ્તરથી આગળના વધારવાની જરૂરિયાત અનુભવાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, STI ઇકોસિસ્ટમના મેપિંગમાં ચાર વ્યાપક સૂચકાંકો છે જેમ કે, સિસ્ટમમાં ઉત્પન્ન થયેલ જ્ઞાન, સિસ્ટમમાં ઉત્પાદિત જ્ઞાનનો પ્રસાર, જ્ઞાન ઉત્પાદકો અને જ્ઞાન પ્રસારકો વચ્ચેની સંવાદ/જોડાણ અને સિસ્ટમની જરૂરિયાતો/અગ્રતા અને પડકારો/નબળાઇઓની ઓળખ. મંત્રીએ માહિતી આપી હતી કે, DST એ રાજ્યોની STI ઇકોસિસ્ટમના મેપિંગ માટે ‘સિસ્ટમ ફ્રેમવર્ક’ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે.
 
આ પરિષદના વ્યાપક એજન્ડા પર ધ્યાન આપતા, ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, S&Tમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સક્રિય જોડાણને પ્રોત્સાહન આપવાના, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે STI માહિતી અને ડેટાના પ્રવાહને સરળ બનાવવા માટે એક વ્યવસ્થાતંત્ર તૈયાર કરવાના, વૈજ્ઞાનિકો, ટેકનોલોજીવિદો અને મુખ્ય ટેકનિકલ ક્ષેત્રોમાં રાજ્યોના વ્યાવસાયિકોની ક્ષમતાનું નિર્માણ કરવાના મૂળ ઉદ્દેશ આ પરિષદમાં રહેશે. તેમણે કહ્યું હતું કે, રાજ્યના R&Dમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને કામ કરશે અને સર્વોચ્ચ સ્તરે STIમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન અને દેખરેખ પદ્ધતિને મજબૂત અને લાંબા ગાળાની સ્થિતિમાં લાવવાનો પ્રયાસ કરશે.
 
આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. સારસ્વત, ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર પ્રો. અજય સૂદ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. એસ. ચંદ્રશેખર, અવકાશ વિભાગના સચિવ, એસ. સોમનાથ, પૃથ્વી વિજ્ઞાન સચિવ ડૉ. એમ. રવિચંદ્રન, બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રાજેશ ગોખલે, ક્ષમતા નિર્માણ આયોગના સચિવ હેમાંગ જાની તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન, જલ શક્તિ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયોના પ્રતિનિધિઓ અને MNRE અને વરિષ્ઠ અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

32 વર્ષના રૈપરની રહસ્યમયી પરિસ્થિતિમાં મોત, માતાના દાવાએ મચાવી હલચલ

વધુ જુઓ..

નવીનતમ

દાદીમાના નુસ્ખા - નાભિમાં સરસવનું તેલ લગાવવાથી શું થાય છે, જાણો આવું કરવાથી શું ફાયદો થાય ?

Happy Valentines Day Wishes in Gujarati - આ વેલેન્ટાઇન ડે પર આ ખાસ પ્રેમભર્યા મેસેજ, ફોટો કેપ્શન અને કોટસ દ્વારા કરો તમારા પ્રેમનો એકરાર

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

Moral Short Story- સંયમ

Glowing Skin - ચાંદ જેવી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે દિવસ આ કામ કરો

આગળનો લેખ
Show comments