Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડા પ્રધાનના સંબોધન 10 ખાસ વાતોં

વડા પ્રધાનના સંબોધન 10 ખાસ વાતોં
, સોમવાર, 15 ઑગસ્ટ 2022 (13:01 IST)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં દેશના હરેક નાગરિકો અને ભારતપ્રેમીઓને આઝાદીના અમૃત મહોત્સવની શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે આ એક પૂણ્ય અવસર છે.
 
અમૃતકાળનાં પાંચ-પ્રણ
લાઇન
પહેલું પ્રણ- બહુ મોટા સંકલ્પો લઈને ચાલવું પડશે
બીજું પ્રણ- આપણી અંદર ગુલામીનો એક પણ અંશ હશે તો તેને કાઢી નાખવો પડશે
ત્રીજું પ્રણ- આપણને આપણી વિરાસત પર ગર્વ હોવો જોઈએ
ચોથું પ્રણ- એકતા અને એકજૂથતા
પાંચમું પ્રણ- નાગરિકોનું કર્તવ્ય
 
વડા પ્રધાનના સંબોધનના મહત્ત્વના અંશો
ભ્રષ્ટાચાર દેશને ઊંધઈની જેમ ખાઈ રહ્યો છે, તેની સામે દેશે લડવું જ પડશે. અમારા પ્રયાસો છે કે જેણે દેશને લૂંટ્યો છે, એણે પાછું પણ આપવું પડે, અમે એના પ્રયાસો કરી રહ્યા છીએ
જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ અને પરિવારવાદની વાત કરું છું, તો લોકોને લાગે છે કે હું માત્ર રાજનીતિની વાત કરી રહ્યો છું. એવું નથી. દુર્ભાગ્યવશ રાજકારણ ક્ષેત્રની એ બુરાઈએ હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષિત કરી દીધો છે
કોઈને કોઈ કારણે આપણી અંદર એક એવી વિકૃતિ આવી ગઈ છે, આપણી બોલચાલમાં, વ્યવહારમાં, આપણા કેટલાક શબ્દોમાં... આપણે નારીનું અપમાન કરીએ છીએ
નારીનું ગૌરવ રાષ્ટ્રનાં સપનાં પૂરાં કરવામાં બહુ મોટી મૂડી બનાવાનું છે, આથી મારો એ તમને આગ્રહ છે કે નારીનું સન્માન કરો
આઝાદીનાં આટલાં વર્ષો બાદ વિશ્વનો ભારત તરફ જોવાનો નજરિયો બદલાયો છે
વિશ્વ ભારત તરફ ગર્વ અને અપેક્ષાથી જોઈ રહ્યું છે
સમસ્યાઓનું સમાધાન ભારતની ધરતી પર ખોજી રહ્યું છે
અમે એ લોકો છીએ જે જીવમાં શીવ જુએ છે, નરમાં નારાયણ જુએ છે
આત્મનિર્ભર ભારત કોઈ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી, આ સમાજનું જનઆંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે
ગુલામીની માનસિકતાને તીલાંજલિ આપવી પડશે, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ રાખવો પડશે
75 વર્ષ બાદ લાલ કિલ્લા પર તિરંગાને સલામી આપવાનું કામ પહેલી વાર મેડ ઇન ઇન્ડિયા તોપે કર્યું
ક્યારેક આપણું ટેલેન્ટ ભાષાનાં બંધનોમાં બંધાઈ જાય છે, આ ગુલામીની માનસકિતાનું પરિણામ છે
આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સરકારી કર્મચારીઓને મળી સ્વતંત્રતા દિવસની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો