Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારી કર્મચારીઓને મળી સ્વતંત્રતા દિવસની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો

bhupendra patel
, સોમવાર, 15 ઑગસ્ટ 2022 (12:56 IST)
ગુજરાતમાં અરવલ્લીના મોડાસામાં 76મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઇને મહત્વની જાહેરાત કરાઇ
 
ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરાયો છે. 1 જાન્યુઆરી 2022થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું ત્રણ હપ્તામાં ચૂકવાશે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.
 
સરકારે જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨,  બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

15 ઑગસ્ટ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી તિરંગો ફરકાવ્યો, દેશને સંબોધનમાં શું કહ્યું