Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતની ગ્રીષ્મા હત્યા કેસ પર બન્યુ શેરી નાટક 'સ્ટોપ'

Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (18:14 IST)
સુરતની ગ્રીષ્મા હત્યા કેસની ઘટના હજુ પણ લોકોના આંખ સામે આવતા ઘ્રુજારી આવી જાય છે. કારણ કે આ હત્યા કેસનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી આસપાસ ઉભા રહીને તમાશો જોતા લોકો પર પણ આંગળી ઉઠી હતી. દરેકના મનમાં અનેક વિચારો આવ્યા હતા કે કેવી રીતે ફેનિલને રોકી શકાયો હોત. કેવી રીતે ગ્રીષ્માને બચાવી શકાઈ હોત. આ પ્રકારના પ્રશ્નો ને એક અલગ અંદાજ માં રજુ કરવા માટે સુરતના નાટ્ય કલાકારો ભેગા થયા છે. અને તેઓએ ગ્રીષ્મા હત્યાકાંડ નો સંદર્ભ લઈ ને એક અલગ જ નાટક  “સ્ટોપ” બનાવ્યું છે, “સ્ટોપ” નાટક ના માધ્યમથી નાટક ના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે.
 
આ નાટકમાં ફેનિલ નું પાત્ર નેગેટિવ જ કહી શકાય પરંતુ એક કલાકાર તરીકે તેને ભજવવું તો પડે જ. ફેનિલ અને ગ્રીષ્મા નું પાત્ર ભજવનાર કલાકારો પણ ગર્વ અનુભવી રહ્યા હતા કે સમાજમાં એક સારો મેસેજ એક સારી વાત લોકો સુધી પહોંચાડવાનું તેઓ માધ્યમ બની રહ્યા છે.
 
 
થોડા દિવસ બાદ વિશ્વ રંગભૂમિ દિવસ આવી રહ્યો છે ત્યારે સુરતના આ નાટ્યકારો દ્વારા રંગભૂમિ માં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટક થકી તેમનો એક જ પ્રયત્ન છે કે હવે પછી સમાજ માં ક્યાંય પણ કોઈ ગ્રીષ્મા આવી ઘટનાનો ભોગ ન બને. તે પહેલાં ફેનીલ જેવા યુવાનોને સમજાવીને આવી ઘટનાઓ બનતા અટકાવી શકાય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM મોદી આજે કાશીની મુલાકાતે આવી રહ્યા છે, 1,300 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

વાવાઝોડામાં શાળાની છત ઉડી, 5 બાળકો અને શિક્ષક ઘાયલ; મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના

IND vs NZ 1st Test Live: ભારતને મેચ જીતાડવાની જવાબદારી બોલરો પર, ન્યૂઝીલેન્ડને 107 રનનો મળ્યો ટાર્ગેટ

કોણ છે નવ્યા હરિદાસ, જેમને ભાજપે પ્રિયંકા ગાંધી સામે વાયનાડ બેઠક પરથી ટિકિટ આપી?

Rajasthan Accident - ધોલપુરમાં ટેમ્પો અને બસ વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતમાં 12 લોકોના મોત

આગળનો લેખ
Show comments