Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

વડોદરા 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા: તૃષા હત્યા કેસમાં મોટો ખુલાસો

Vadodara: Big revelation in Trisha murder case
, બુધવાર, 23 માર્ચ 2022 (15:36 IST)
વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી
 
વડોદરામાં 19 વર્ષની તૃષા સોલંકીની ક્રૂર હત્યાના મામલે મોટો ધડાકો થયો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે. 
 
હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા.પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર, શહેરના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખ્સોએ ક્રૂર હત્યા કરી લાશ હાઇવે પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાઆ ઉપરાંત હત્યારાઓએ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ હત્યારાઓ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવતી પોતાની એક્ટીવા લઈ ટ્યુશન જવા માટે નીકળી હતી. ત્યારબાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pushkar Singh Dhami: ઉત્તરાખંડના 12મા CM બન્યા પુષ્કર સિંહ ધામી શપથ લેતા જ બનાવ્યા આ રેકાર્ડ