Webdunia - Bharat's app for daily news and videos

Install App

કચ્છમાં માંડવીના પિયાવા સ્વામિનારાયણ હોસ્ટેલમાં પરીક્ષા બાદ ધોરણ 11ની છાત્રાનો આપઘાત

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (15:19 IST)
માંડવી તાલુકાના પિયાવા વાડી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ કન્યા વિદ્યા મંદિરમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી ગાંધીધામના શિણાય ગામની અને મા-બાપ વિહોણી 17 વર્ષીય છાત્રાએ સાયકોલોજીની પરિક્ષા આપ્યા બાદ ગુરૂવારે બપોરે હોસ્ટેલના રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લેતાં છાત્રાલયમાં કન્યાઓ ધ્રૃસકે ધ્રૃસકે રડી પડવાના આક્રંદથી દરેકના દિલને આંખોના આંસુએ હચમચાવી દીધા હતા.

મૂળ શિણાયની મુકતાબેન ધીરજભાઈ હડીયા (ઉ.વ.17) છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ અર્થે માંડવીના પિયાવા વાડી વિસ્તાર સ્થિત સ્વામીનારાયણ કન્યા હોસ્ટેલમાં રહી અને ત્યાં જ શાળામાં ભણતી હતી. હતભાગી છાત્રાના માતા-પિતા નહીં હોવાથી અભ્યાસનો ખર્ચ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવતો હતો. તે છાત્રા ગુરૂવારના સવારે પોતાની પરિક્ષા આપીને હોસ્ટેલના પોતાના રૂમ 208માં આવીને અંદરથી દરવાજો બંધ કરીને પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. રૂમ પાર્ટનર આવતાં રૂમનો દરવાજો ન ખુલતાં શાળા અને કન્યા છાત્રાલયના કર્મચારીઓએ રૂમનો દરવાજો તોડીને પ્રવેશ કરતાં મુક્તાબેન પંખામાં લટકતાં જોવા મળ્યા હતા.મૃતકની અંતિમ વિધિ માટે તેમના પરિવારમાં મોટા બાપાને લાશ સોંપાઇ હતી.

થોડા દિવસ પહેલા આફ્રિકાથી આવેલા દાતાએ હતભાગી છાત્રાનો 12 ધોરણનો અભ્યાસ પૂર્ણ થયા બાદ કોલેજો આવે ત્યારે સ્કુટી લઈ આપવાની અને તમામ અભ્યાસનો ખર્ચ આપવાની જાહેર કરી હતી.મૃતક મૂકતાબેન હોળીની રજાના પ્રસંગે પોતાના મોટા બાપાન ઘરે ગયા હતા. અભ્યાસમાં રૂચી ધરાવતા હતા. માત્ર પોતાના માતા-પિતા નહીં હોવાથી એકલપણું લાગતું હોવાનો અફસોસ વ્યક્ત કરતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.અબડાસા તાલુકાના રામપર અબડા ગામે રહેતી 17 વર્ષીય ભાવનાબેન વેલજીભાઇ જુમાભાઇ કોલી નામની સગીર કન્યાએ કોઇ અગમ્ય કારણોસર સીમમાં શુક્રવારે સવારે દસ વાગ્યાના અરસામાં બાવળના ઝાડની ડાડી પર પછેડી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે હતભાગીના પિતાને જાણ થતાં પરિવારજનોએ નલિયા સરકારી હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કરી હતી.નલિયા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ વી.આર. ઉલવાએ હાથ ધરી છે.

માંડવી તાલુકાના દુજાપર ગામે રહેતા 36 વર્ષીય ખીમજીભાઇ દાનાભાઇ લોંચા નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર શુક્રવારે સવારે પોણા બાર વાગ્યાના પોતાના ઘરની છતની આડીમાં દુપટ્ટા વળે ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગઢશીશા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા તપાસ ચલાવી છે.મહાવીરનગરમાં રહેતા અને લેવા પટેલ હોસ્પિટલમાં નોકરી કરતા હેમલતાબેન દસરથભાઇ રાવલ (ઉ.વ.38) નામની પરિણીતાએ શુક્રવારે બપોરે પોતાના ઘરે પંખા પર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગી મહિલાના પતિ બહાર ગયા હતા. પુત્ર ઘરે આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણ થઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments