Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના સાંસદ નારણ કાછડિયાએ વન વિભાગની પોલ ખોલી, કહ્યું ફોરેસ્ટનું એકેય વૃક્ષ ઉછરતુ નથી

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (17:42 IST)
World Environment Day celebration
આજે સમગ્ર દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં થઈ રહેલી ઉજવણીમાં ભાજપના સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં વન વિભાગનો ક્લાસ લઈ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ફોરેસ્ટનું એકેય વૃક્ષ ઉછરતુ નથી. આપણે દર વર્ષે 2 ટકા વૃક્ષ ઉછેર્યા હોત તો આજે પર્યાવરણમાં મોટો બદલાવ જોવા મળ્યો હોત. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ફોરેસ્ટનું એકેય વૃક્ષ ઉછરતુ નથી.

સાંસદ નારણ કાછડિયાએ કહ્યું હતું કે કલેકટરની મુખ્યમંત્રી સાથે બેઠક થતી હોય છે. ત્યારે મુખ્યમંત્રીને કહેવું જોઈએ કે વનીકરણનું કામ સદભાવના જેવા ટ્રસ્ટને આપી દેવામાં આવે તો ત્રણ માણસે એક વૃક્ષ નહીં પણ એક માણસે પાંચ વૃક્ષ થઈ જાય. તેમણે જાહેરમાં ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી હતી કે,  તમે તમારા બીટગાર્ડને સૂચના આપજો. આઇ એમ સમથિંગ નહીં, પણ આઇ એમ હેલ્પફુલ કરાવો. કુદરતે આપણને જે હોદ્દો આપ્યો છે એનો સદુપયોગ થવો જોઈએ.તેમણે કહ્યું હતું કે, તમે ગમે એવડી પોસ્ટ પર હોય આપણે આપણી વાસ્તવિકતા નજર સામે રાખવી જોઈએ. તમે ખેડૂતોને ગાળો આપો એ કેટલા અંશે વાજબી છે. ખેડૂતોનું અપમાન ન થાય એનું ધ્યાન રાખજો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments