Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (10:13 IST)
હવામાન વિભાગે પણ આગામી 15થી 20 જુનની વચ્ચે રાજ્યમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના અલગ અલગ જિલ્લામાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. 
 
હવામાન વિભાગે 3 અને 4 જૂનના રોજ વરસાદની આગાહી કરી હતી. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, વડાલી પંથકમાં ભારે પવન સાથે મેઘ મહેર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતા બાજરી સહિતના ઉનાળુ પાકને મોટા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉનાળુ પાકને નુકસાનીની ભીતીને લઈને ખેડૂતો પણ ચિંતિત થયા છે. વડાલી અને પોશીનામ એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે તો આ તરફ ખેડબ્રહ્મા અને પ્રાંતિજમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. 
 
તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. વરસાદી ઝાપટાં પડ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, અંબાજી, વડગામ, પાલનપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો બાપલા, વક્તાપુરા, વાછોલ, આલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
 
રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતાં ઘણી જગ્યાએ રહેણાંક મકાનોને નુકસાન થયું છે. તો પંચમહાલમાં વરસાદ અને પવનના લીધે વૃક્ષો અને લાઇટના થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે અચાનક હવામાનમાં પલટો આવતા ભારે પવનથી અનેક મકાનોના પતરા ઉડ્યા છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકારે ગુજરાતના વાતાવારણમાં પલટો જોવા મળી રહ્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ટૂંક સમયમાં ચોમાસાનું આગમન થશે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં 4 થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 
 
જો કે, ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ હજુ 18 મી થી 20મી તારીખ સુધીમાં બેસે તેવી શકયતા છે. ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પુર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહયાં છે. તેને લીધે ગુજરાતમાં પણ ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થશે તેવી શકયતા છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments