Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાન વિભાગે કરી આગાહી, આગામી બે-ત્રણ દિવસમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે કરી આગાહી, આગામી બે-ત્રણ દિવસમાં પડી શકે છે વરસાદ
, બુધવાર, 2 જૂન 2021 (12:20 IST)
ચોમાસાના આગમન પુર્વે રાજયમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયુ વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શકયતા છે અને શનિવાર પાંચમી જુન તથા રવિવાર છઠૃી જુન દરમિયાન રાજયના અનેક ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. 
 
હાલ નેઋત્યનું ચોમાસુ અરબી સમુદ્રમાં કેરળના દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે અને આવતી કાલે તેનો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રારંભ થાય તેવી આગાહી કરાઇ છે. 
 
જો કે, ગુજરાતમાં નેઋત્યનું ચોમાસુ હજુ 18 મી થી 20મી તારીખ સુધીમાં બેસે તેવી શકયતા છે. ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરિસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પુર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહયાં છે. તેને લીધે ગુજરાતમાં પણ ચોમાસુ બેસતાં જ સારો વરસાદ થશે તેવી શકયતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CBSE Class 12 Exam Cancelled, હવે પરિણામ અને માર્કિંગ ફોર્મૂલા પર નજર, વાંચો 12માનુ પરિણામ અને કોલેજમાં એડમિશનને લઈને તમારા દરેક પ્રશ્નોના જવાબ