Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતીકાલે મધ્ય ગુજરાતમાં અને સુરતમાં હળવા વરસાદ પડી શકે છે,

સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી

આવતીકાલે મધ્ય ગુજરાતમાં અને સુરતમાં હળવા વરસાદ પડી શકે છે,
અમદાવાદ , બુધવાર, 14 એપ્રિલ 2021 (20:33 IST)
રાજયના વાતાવરણમાં છેલ્લા 24 કલાકમાં પલટો થયો છે. કેટલાક વિસ્તારોમાં મંગળવારે મોડી રાતે વીજળી અને ઠંડા પવનો ફૂંકાયા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 15 એપ્રિલના રોજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદ સાથે વાવઝોડાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહી કરી હતી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા જિલ્લામાં હળવા વરસાદ સાથે 40 કિમીના ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. રાજ્યમાં મોટાભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ વધારો થાય તેવી શક્યતા નથી. રાજકોટ, અમરેલી અને ગાંધીનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 
 
ક્યાં કેટલું તાપમાન
 
અમરેલી - 42
કંડલા પોર્ટ - 41
રાજકોટ - 42
સુરેન્દ્રનગર - 41
અમદાવાદ - 41
ડીસા - 41
ગાંધીનગર - 42
વડોદરા - 41
ભુજ - 41
કંડલા એરપોર્ટ - 41

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતીઓ કોરોનાના ભયના ઓથાર હેઠળ, પ્રથમવાર 7 હજારને પાર, એક્ટિવ કેસ 39 હજારને પાર