Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની ઉદગમ સ્કૂલના સંચાલકની દાદાગીરી, રજૂઆત કરવા જતા વાલીઓને અટકાવવા બાઉન્સરો ગોઠવી દીધા

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (14:58 IST)
અમદાવાદની ઉદગમ સ્કૂલમાં યોગ્ય મેનેજમેન્ટનાં અભાવે મોર્નિંગ શિફ્ટનાં વિદ્યાર્થીઓને શાળા છૂટ્યા બાદ ગરમીમાં દોઢ કલાક જેટલું બેસાડી રાખતાં વાલીઓ વિફર્યા છે. બે શિફ્ટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટે એક જ બસ રાખતાં બાળકોને પહેલી બસની રાહ જોવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ત્યાર બાદ આજે અચાનક જ વિદ્યાર્થીઓને રજા આપી દેતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. પરંતુ સ્કૂલે 10 જેટલા બાઉન્સરો ગોઠવીને પ્રવેશ આપ્યો નહોતો. ત્યાર બાદ પોલીસ દોડી આવી હતી. પોલીસ પહોંચ્યા બાદ વાલીઓને પ્રવેશ આપ્યો હતો.ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યાં છે. જ્યારે ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓને આજે રજા આપી દેવામાં આવી છે. તેમજ ધોરણ 12ના વિદ્યાર્થીઓને સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે.ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે. આ મામલે વાલીઓ રજુઆત કરવા આવતા વાલીઓને રોકવા 10 કરતા વધુ બાઉન્સરો ગોઠવવામાં આવ્યા છે.આ અંગે અમદાવાદ શહેર DEOએ કહ્યું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, આવી કોઈ સંચાલકો દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નથી.આ અંગે સ્કૂલ સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું કે, વાલીઓએ સ્કૂલ વહેલી ચાલુ કરવા માટે કહ્યું છે. ધોરણ 6 થી 8 ના વર્ગો કાલથી શરૂ કરીશું. અન્ય વર્ગ તબક્કાવાર શરૂ કરીશું. ગઈકાલે બસ મામલે સમસ્યા થતા વિદ્યાર્થીઓને એક બાદ એક છોડવામાં આવ્યા હતા. ​​​​​​​ટ્રાન્સપોર્ટેશનમાં મોડું થયું હતું. સ્કૂલ બસનો કેટલાકને અનુભવ નથી, એટલે ડ્રાઈવર અને અન્ય સમસ્યાઓ થઈ હતી. હાલ સ્કૂલ બંધ કરી હતી. ​​​​​​​અમને સ્કૂલ બંધ કરવાની સાંજે પરવાનગી આપી શકાય ન હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

ઉનાળામાં કયા સમયે લીંબુ પાણી પીવું જોઈએ, તમને થશે ઘણા ફાયદા

દહીં ડુંગળીની સેન્ડવિચ બનાવીને ખાવ, બાળકો ભૂલી જશે ચીઝ મેયોનીઝનો સ્વાદ, જાણો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments