Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajkot News - PM મોદીએ 1400 કરોડના ખર્ચે બનેલા રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું

Webdunia
ગુરુવાર, 27 જુલાઈ 2023 (16:44 IST)
PM Modi inaugurated the Greenfield International Airport in Rajkot
વડાપ્રધાન રાજકોટમાં સૌની યોજના લીંક-3 તથા  KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે 
 
 વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમણે રાજકોટમાં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તે ઉપરાંત રાજકોટમાં તેઓ  KKV ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ રેસકોર્સ મેદાનમાં જંગી સભાને સંબોધન કરશે.આજે રાજકોટમાં હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ થયું હતું. તેમણે એરપોર્ટ પર નિરિક્ષણ પણ કર્યું હતું અને રિબિન કાપીને એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન રાજકોટમાં સૌની યોજના લીંક-3 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.  
PM Modi inaugurated the Greenfield International Airport in Rajkot
હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું
રાજકોટનું હિરાસર એરપોર્ટ 1400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. 
 
વડાપ્રધાન સાંજે અમદાવાદ આવશે
વડાપ્રધાન મોદી રાજકોટ કાર્યક્રમ બાદ સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદવાદ એરપોર્ટથી સીધા રાજભવન જશે. રાજભવન પર સાંજે વિવિધ પ્રોજેક્ટ પર પીએમ મોદી બેઠક કરીને સમિક્ષા કરશે. રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. એરપોર્ટના ઉદ્ઘાટન પૂર્વે એરપોર્ટના સંચાલન માટે ગ્રીન સિગ્નલ આપતું લાયસન્સ સુપ્રત કરી દેવામાં આવ્યુ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન સંજીવકુમારના હસ્તે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લાયસન્સ રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને આપવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments