Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે

modi
, બુધવાર, 26 જુલાઈ 2023 (08:13 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. 

PM મોદી  તેમના  ડ્રિમ પ્રોજેક્ટ એવા હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનુ લોકાપર્ણા કરવા ગુજરાતની મુલાકાતે આવવાના છે
 
પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. જે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે  28 થી 30 જુલાઈ સુધી ચાલશે.
 
પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kargil Vijay Diwas 2023 Wishes- કારગિલ વિજય દિવસ શુભેચ્છા સંદેશ