Festival Posters

ખેડૂતોને સાવચેત રહેવા ભાજપના પરબત પટેલ અને દિલીપ સાંઘાણીએ અપીલ કરી

Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2019 (12:11 IST)
ભાજપના જ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ વીમા કંપનીની અનિયમિતતાને ઉજાગર કરતા વીમા કંપનીઓ દ્વારા જ ખેડૂતોને અન્યાય થતો હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મને ફરિયાદ મળી છે કે, વીમા કંપનીઓ કોરા ફોર્મ પર ખેડૂતોની સહી લઇને વીમો ચૂકવવામાં અનિયમિતતા થાય તેવા પ્રયાસ કરી રહી છે. બીજ બાજુ ભાજપના જ સાંસદ પરબત પટેલે પણ વીમા કંપનીઓ ખેડૂતોના ફોન ન ઉપાડીને અન્યાય કરતી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ભાજપના પૂર્વ કૃષિ મંત્રી અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીને બારમણ ગામના એક ખેડૂતે ફરિયાદ કરી છે કે, તેમના ગામમાં વીમા કંપનીઓ ખેડૂતોને કોરા ફોર્મ આપે છે અને તેના પર કોઇ પ્રકારનું લખાણ લીધા વગર જ સીધી સહી લઇને તે ઉઘરાવે છે. કોરા ફોર્મમાં સહી લીધા પછી કોઇ વળતર ન આપે તે બાબતે શંકા રહે છે, કારણ કે ખેડૂતો સહી કરી લીધી હોવાથી કોઇપણ પ્રકારનો ખોટો રેકર્ડ ઊભો કરીને ખેડૂત સાથે અન્યાય થવાની શંકા રહે છે. પરબત પટેલે પણ વીમા કંપનીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપીને અન્યાય કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dinner Recipe: રાત્રિભોજન માટે ઢાબા સ્ટાઇલ દાલ મખની બનાવવાની રીત

ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Valentine Day

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- તમને કંઈ યાદ છે

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

સુપરસ્ટાર રામ ચરણ બન્યા જોડિયા બાળકોના પિતા, ઉપાસના પુત્ર અને પુત્રીને આપ્યો જન્મ, ચિરંજીવીએ આપી ગુડ ન્યુઝ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

આગળનો લેખ
Show comments