Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં ઇન્કમટેક્સ ભરતાં 1.62 લાખ ખેડૂતોએ નિયમો વિરૂધ્ધ નાણાકીય લાભ લીધો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

Webdunia
મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (09:36 IST)
ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધીમાં નાના-હકદાર ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહ્યાં છે જયારે ઇન્કમટેક્સ ભરતાં 1.62 ધનિક ખેડૂતો નિયમ વિરૂદ્ધ આ યોજનામાં લાભાર્થી બની બેઠા હતાં. આ બધાય ખેડૂતોએ રૂા.167 કરોડ જેટલી માતબર રકમનો લાભ લઇ લીધો છે. કોંગ્રેસે મુદ્દે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી એવા આક્ષેપ કર્યા હતાંકે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ અને ખેતીવિરોધી નીતિનને કારણે ખેડૂત આિર્થક રીતે તબાહ થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકવાનુ ભાજપનુ સુવ્યવસિૃથત ષડયંત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજનામાં પોલંપોલ ચાલી રહ્યુ છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ  પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂતને રૂા.6 હજાર સહાય પેટે આપવા સરકારે જાહેરાત કરી હતી.  બે હેક્ટર જમીન હોય તેવા સિમાંત ખેડૂત જ આ યોજનાના લાભાર્થી બની શકે તેવી જોગવાઇ કરવામાં આવી હતી. પણ ઇન્કમ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો હતો. ગુજરાતમાં ઇન્કમટેક્સ ચૂકવતાં 1.62 લાખ ધનિક ગણાતાં ખેડૂતોએ નિયમ વિરૂધૃધ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થી બનીને નાણાંકીય સહાય મેળવી લીધી હતી. આ તમામ ખેડૂતોએ કુલ મળીને રૂા.167 કરોડ જેટલી માતબર રકમ સહાય પેટે મેળવી લીધી હતી. માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં આ યોજનામાં કુલ 20,48,634 ધનિક ખેડૂતો  નિયમ વિરૂદ્ધ લાભાર્થી બની બેઠા હતા અને  રૂા.1400 કરોડની સહાયનો લાભ લઇ લીધો છે. મનિષ દોશીએ કહ્યું કે, આર્થિક મંદી , મોંઘવારી અને કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના હક્કદાર અને નાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવાની ભાજપ સરકારની નિતીથી ગુજરાતનો ખેડૂત આજે દેવાદાર બન્યો છે. આજે પ્રત્યેક ગુજરાતી ખેડૂત પર રૂા.28,667નુ દેવુ છે. મોંઘી વિજળી,મોઘુ બિયારણ-ખાતર, ડીઝલના વધતાં ભાવો સહિતના કારણોસર ખેડૂતો આજે આિર્થક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. પાકવિમામાં ય વિમા કંપનીઓ મલાઇ તારે છે પણ ખેડૂતોને પાકવિમાનો લાભ પણ મળતો નથી. આમ, ભાજપ સરકારની ખેડૂતો-ખેતી વિરોધી નિતીને કારણે ખેતી-મજદૂરો-ગામડાઓ ખતમ થઇ જશે. કૃષિ કાયદા થકી ખેડૂતોને મૂડીપતિઓના ગુલામ બનાવવાનુ ભાજપનુ કાવતરૂ જ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

BSE Date Sheet: CBSE એ 10મી-12મી પરીક્ષાની ડેટ શીટ જાહેર કરી છે, 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે; 4ઠ્ઠી એપ્રિલે સમાપ્ત

Exit Poll Results Live: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની બનશે સરકાર ? થોડી જ વારમાં આવશે એક્ઝિટ પોલના પરિણામ

Vidhansabha Elections Updates - મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પૂર્ણ, પાંચ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 58.22% અને ઝારખંડમાં 67.59% ટકા મતદાન

બિટકૉઇન મામલે સુપ્રિયા સુળે પર ગંભીર આરોપ, મામલો શું છે?

સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો: શું ટૂંક સમયમાં મફત રાશન, વીજળી અને અન્ય યોજનાઓ બંધ થશે?

આગળનો લેખ
Show comments