Webdunia - Bharat's app for daily news and videos

Install App

પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો 26મીએ ગાંધીનગરમાં ઉપવાસની ચીમકી

Webdunia
સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:42 IST)
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે શહીદ પરિવારોને એક કરોડ રૂપિયાની માંગણી સહિત 14 પડતર પ્રશ્નો મુદ્દે માજી સૈનિકોએ રેલી કાઢી હતી. રેલી બાદ યોજાયેલી સભામાં તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 26મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે અનશન ઉપર બેસવાની જાહેરાત કરાઇ હતી. ગુજરાતના માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રાજ્યના પૂર્વ સૈનિકોના પડતર પ્રશ્નોને લઇ તેમના હક માટે લડતનો શુભારંભ કરાયો છે. વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરે રવિવારે ગુજરાતભરમાંથી માજી સૈનિકો એકઠા થયા હતા અને મંદિરથી રેલી કાઢી નગરમાં ફરી પરત મંદિર આવી હતી, જ્યાં યોજાયેલ સભામાં શહીદ પરિવારોને અન્ય રાજ્યો એક કરોડ રૂપિયા આપે છે, જયારે ગુજરાત સરકાર ચાર લાખ રૂપિયા આપતી હોવાથી આ માંગણી સહિત તેમના 14 પ્રશ્નોનો નિકાલ ન આવે તો 26મી જાન્યુઆરીએ ગાંધીનગર અનશન ઉપર બેસવાનું નક્કી કરાયું હતું. આ પ્રસંગે શહીદ સૈનિકોની 24 વીરનારીઓનું તેમજ 16 સિનિયર સિટીઝનનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. રાજ્ય માજી સૈનિક સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, મહેસાણા જિલ્લા પ્રમુખ રમેશભાઇ ચૌધરી, ઉપપ્રમુખ હરગોવિંદભાઇ પરમાર તથા વડનગર તાલુકાના કાર્યકર્તા કિર્તિભાઇ શાહ, ગણેશભાઇ ચૌધરી તથા રાજ્યભરમાંથી પૂર્વ સૈનિકો હાજર રહ્યા હતા. માજી સૈનિકોને ગુજરાત સરકારી સેવામાં ફિક્સ પગાર નાબૂદ કરવા, વર્ગ-1થી વર્ગ-4 સુધીની નિમણૂંક વખતે માજી સૈનિકોને અનુસાર અનામતનો અમલ, શહીદ સૈનિકના એક પુત્રને અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી, સૈનિકોના પરિવારને જીવનનિર્વાહ માટે જમીન, ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના સંતાનોને છુટછાટ, વ્યવસાય વેરો માફ કરવો તેમજ ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્મારક બનાવવાની સહિત 14 માંગણીઓનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments