5 જાન્યુઆરી સુઘી બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટ, 50 હજાર યુવાનો, 10 હજાર વિધવા મહિલાઓ ભાગ લેશે
, સોમવાર, 16 ડિસેમ્બર 2019 (11:38 IST)
અડાલજ વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આગામી 3થી 5 જાન્યુઆરી સુધી મેગા બાહ્મણ બિઝનેસ સમિટ-2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના 1400 જેટલા બ્રાહ્મણ ઉદ્યોગપતિઓ ભાગ લેશે, અને બી ટુ બી અને બી ટુ સી મિટિંગો કરવામાં આવશે તથા બિઝનેસ સમિટ-2માં 10 હજાર ઉપરાંત બેરોજગારો જેમાંથી 70 ટકા ઉપરાંતને રોજગારી અપાશે. આ અંગે બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું બિઝનેસ સમિટનું આયોજન બ્રહ્મ સમાજના ઇતિહાસના પહેલીવાર થઇ રહ્યું છે. અમારો એક જ ઉપદેશ છે, કે સમાજનો વિકાસ એ જ રાષ્ટ્રનો વિકાસ. આ સમિટમાં 8 બેન્કો ભાગ લેશે. 2 હજાર ઉપરાંત ઉદ્યોગપતિ દ્વારા બીટુબી અને બીટુસી અંગેની મિટિંગ યોજશે તેમ જ 8 હજાર વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે. અડાલજના વિશાળ મેદાનમાં 200 જેટલા સ્ટોલ્સ નાખવામાં આવશે, જેમાં 3000 જેટલી બ્રાહ્મણ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરાશે તથા વેચાણ અને 24 જેટલી કેટેગરીઓમાં બ્રહ્મગૌરવ એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમનું તમામ આયોજન કુલ સાડા ત્રણ લાખ ચોરસ મીટર એરિયામાં કરવામાં આવ્યું છે. સમસ્ત કાર્યક્રમમાં રમેશભાઈ ઓઝા, ચૂંદડીવાળા માતાજી તથા જિજ્ઞેશ દાદા તથા આત્માનંદજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો મહંતો પણ હાજરી આપશે. આ બાળકો અને વિદ્યાર્થીઓના આકર્ષણ માટે બાળનગરીનું આયોજન કરાયું છે, ત્યારે બ્રહ્મગૌરવ એવોર્ડમાં બ્રાહ્મણ ફિલ્મ કલાકારો અને કસબીઓ ભાગ લેશે. ત્રણદિવસ દરમિયાન દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સમિટના આયોજનકર્તા યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ, આ બ્રહ્મ સમિટ-2માં 10 હજાર મહિલાને સ્વરોજગારી અંગેની તાલીમ અપાશે તેમ જ આ કાર્યક્રમમાં 150થી વધુ વિદેશી ઉદ્યોગપતિઓ હાજર રહશે. અમારા સમાજનો મુખ્ય હેતુ એ છે કે, સમાજનો પૈસો સમાજમાં ઉપયોગ થાય. સાથે સાથે આ કાર્યક્રમમાં 62 હજાર બ્રાહ્મણોને ડિસ્કાઉન્ટ હેલ્થકાર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં 12 જ્યોતિલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે.
આગળનો લેખ