Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાંથી ઝડપાયા રદ થયેલી 500 અને 1000ની નોટો, પોલીસે 14.80 લાખની આ નોટો સાથે બે યુવકોની ધરપકડ કરી

Webdunia
બુધવાર, 16 મે 2018 (13:08 IST)
દાહોદ શહેરમાં યુવક રદ્દ થઇ ગયેલી 1000 અને 500ના દરની નોટો લઇને ફરતો હોવાની બાતમી આર.આર સેલના પીએસઆઇ એ.એ ચૌધરીને મળી હતી. તેના આધારે સાંજના સમયે તાલુકા પ્રાથમિક શાળા પાસે વોચ ગોઠવતાં જ્યુપીટર મોપેડ લઇને આવેલા બાવકા ગામના નવાપુરા ફળિયાનો મૂળ વતની અને હાલ દાહોદ શહેરની જીવનદીપ સોસાયટીમાં રહેતાં હેમંતકુમાર દીપસિંહ ગોહિલને શંકાના આધારે રોકવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન જ્યુપીટરની ડેકીમાંથી પોલીસે  1000ના દરની 885 અને 500ના દરની 1190 નોટો મળી આવી હતી. 1000ની 885000 અને 500ની 59500 રૂપિયા મળીને કુલ 14.80 લાખ રૂપિયાની નોટો કબજે લેવામાં આવી હતી. નોટો ક્યાંથી લાવ્યો હોવાની પુછપરછ કરતાં તે અભલોડ ગામના ધોળાદાંતા ફળિયામાં રહેતાં નવલસિંહ સોમજી ભાભોર અને અભલોડના જ લીંબુ ફળિયામાં રહેતાં રમેશ મગન પરમારે આપી હોવાનું જણાવ્યું હતું. જેથી આર.આર સેલે દાહોદ એલસીબીની મદદ લઇને આ બંને યુવકોની પણ ધરપકડ કરી હતી.  નોટો સાથે જ્યુપીટર મોપેડ અને ત્રણ મોબાઇલ કબજે લેવામાં આવ્યા હતાં. આર.આર સેલ દ્વારા ત્રણે યુવકો અને નોટો ને શહેર પોલીસે ને સોંપી દેતાં શહેર પોલીસે સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. 

સંબંધિત સમાચાર

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments