Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યપાલ યેદુરપ્પાને આપી શકે છે આમંત્રણ, કોંગ્રેસ-જેડીએસ 5 વાગે જશે રાજભવન

રાજ્યપાલ યેદુરપ્પાને આપી શકે છે આમંત્રણ, કોંગ્રેસ-જેડીએસ 5 વાગે જશે રાજભવન
, બુધવાર, 16 મે 2018 (16:39 IST)
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ તો આવી ગયા છે પણ હજુ પણ સરકાર કોણી બનશે એ સ્પષ્ટ થયુ નથી. સરકાર બનાવવાને લઈને બીજેપી કોંગ્રેસ અને જેડીએસ સતત મોરચાબંધી કરી રહી છે. બીજેપી કહી રહી છે કે તેમના સંપર્કમાં જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્ય છે. તો બીજી બાજુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રિઝોર્ટમાં લઈ જઈ શકે છે.  બેંગલુરૂમાં બુધવારે બેઠકો ચાલી રહી છે. કોંગ્રેસ-જેડીએસ-બીજેપી પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં લાગી છે.  
webdunia
અપડેટ્સ - 
- ચાર કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટીના સંપર્કમાં નથી. પાર્ટી તેમને લેવા માટે બિધર અને કલબુર્ગીમાં હેલિકોપ્ટર મોકલી શકે છે. 
- યેદિયુરપ્પાએ કહ્યુ કે આવતીકાલે તેઓ શપથ લેશે 
- યેદિયુરપ્પા બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી પામ્યા 
- બી.એસ. યેદિયુરપ્પા બોલ્યા કે હાલ અમારા ધારાસભ્યોની બેઠક થશે.  જ્યારપછી નેતાની પસંદગી થશે. અમે અહીથી ગવર્નર પાસે જઈશુ અને સરકાર બનાવવાનો દાવો રજુ કરીશુ. 
- મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે બીજેપીને ડરાવવા અને ધમકાવવા સિવાય બીજુ કોઈ કામ નથી. 
- કર્ણાટકમાં કોંગ્રેસની બેઠક શરૂ થઈ ગઈ છે. લગભગ 43 ધારાસભ્ય પહોંચી ગયા છે. બાકી ધારાસભ્યોનુ આવવુ બાકી છે. 
- જેડીએસના ધારાસભ્ય શ્રવણનુ કહેવુ છે કે લગભગ અમારા 4-5 ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો છે.  પણ અમે બધા એક છે. 80 ટકા ધારાસભ્ય બેઠકમાં આવી ગયા છે. 
- કોંગ્રેસે ઈગ્લટન રિસોર્ટમાં પોતાના ધારાસભ્યો માટે રૂમ બુક કરાવ્યા છે.  એવુ કહેવાય રહ્યુ છે કે 120 રૂમ બુક કરાવ્યા છે. 
webdunia
- જેડીએસના લગભગ 12 ધારાસભ્ય બીજેપીના સંપર્કમાં છે. આ બધા ધારાસભ્ય કોગ્રેસ સાથે ગઠબંધનથી નારાજ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Wife અનુષ્કાએ કીધું- કમ ઑન બૉયજ અને વિરાટ કોહલી એંડ કંપનીએ મેદાનમાં મચાવી દીધું ગદર