Webdunia - Bharat's app for daily news and videos

Install App

Porbandar - પોરબંદરના રાણાવાવમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં ભાજપના નગરસેવકની હત્યા

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (12:53 IST)
પોરબંદરના રાણાવાવમાં  સોમવારે બે જૂથ વચ્ચે અથડામણ થતા પાલિકાના ભાજપના નગર સેવક અને ભાજપના કાર્યકરની હત્યા થઇ છે. બેવડી હત્યાને લઇને મેર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટનાને લઇને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ ચૂસ્ત બંદોબ્સત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાપ્ત વિગત મુજબ રાણવાવ નગરપાલિકાની ગત ચૂંટણીમાં જૂના મનદુખને લઇને બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ ખેલાયું હતું. જેમાં પાલિકાના નગર સેવક હાજા વિરમ ખુંટી અને ભાજપના કાર્યકર કાના ભૂરા કડછાની હત્યા કરવામાં આવી હતી. સામે પક્ષે ત્રણ શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નગરસેવક હાજા વિરમ ખુંટીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કાના કડછાને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. હાજા ખુંટી ગત નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટાઇ આવ્યા હતા. આ ઘટનામાં કાના કડછાની પત્ની ગીતાબેન અને તેના પુત્ર કરણને ઇજા પહોંચતા બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments