Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદીઓને મેટ્રો રેલની સફર માણવા માટે દસ મહિના રાહ જોવી પડશે

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (12:48 IST)
અમદાવાદમાં મેટ્રો રેલ દોડતી કરવા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિમિટેડની સ્થાપના કરાઇ છે. મેગા કંપની દ્વારા ગત તા.૧૪ માર્ચ, ર૦૧પથી પ્રોજેકટના પ્રથમ તબક્કાનું ભૂમિપૂજન કરાયા બાદથી લાખો અમદાવાદીઓ મેટ્રો રેલની ચાતકડોળે પ્રતીક્ષા કરી રહ્યા છે, પરંતુ મોડામાં મોડી દસ મહિનાની એટલે કે અગામી ફેબ્રુઆરી-ર૦૧૯ સુધીમાં લોકો મેટ્રો ટ્રેનની સફર માણી શકશે તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મેગા કંપની દ્વારા વાસણા એપીએમસી માર્કેટથી મોટેરા સ્ટેડિયમ સુધીનો આશરે ૧૮.પર કિમી લાંબો ઉત્તર-દક્ષિણ કો‌રિડોર અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો આશરે ર૦.૭૪ કિમી લાંબો પૂર્વ-પશ્ચિમ કોરિડોર એમ બે તબક્કાનો કુલ ૩૯.ર૬ કિમી લંબાઇ ધરાવતો મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે પૈકી વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપેરલ પાર્ક સુધીના આશરે ૬.પ૦ કિમી લંબાઇના પૂર્વ-પશ્ચિમ કોરીડોરના પટ્ટાને સત્તાવાળાઓએ પાઇલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કર્યો છે. તંત્ર દ્વારા આ પાઇલટ પ્રોજેક્ટ પર ઝડપભેર કામગીરી ચાલી રહી છે. આધારભૂત સૂત્રો કહે છે, સમગ્ર પાઇલટ પ્રોજેક્ટ હેઠળનું સિવિલ કામ મહદ્અંશે આટોપાઇ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચ માટે જાપાનની હ્યુન્ડાઇ રોટેમ કંપનીને કુલ ૯૬ કોચનો ઓર્ડર અપાઇ ગયો છે. આ કંપનીને સમગ્ર પ્રોજેક્ટ માટે રૂ.૧૧૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જે પૈકી વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપેરલ પાર્ક વચ્ચેના પાઇલટ પ્રોજેકટના રૂટ પર કુલ ત્રણ કોચ ધરાવતી એક મેટ્રો ટ્રેન સહિત અપ અને ડાઉન દિશા માટે કુલ બે ટ્રેન દોડતી કરાશે. આવતા ડિસેમ્બર સુધીમાં વસ્ત્રાલ ગામ અને કાંકરિયા એપેરલ પાર્ક વચ્ચે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન લેવાય તેવી શક્યતા છે. કેન્દ્રના રેલવે સેફટી કમિશનર દ્વારા ટ્રેનની કુલ વહનક્ષમતા જેટલી રેતીની બોરી કે અન્ય પ્રકારનું વજન મૂકીને ૧પ દિવસ, ૩૦ દિવસ કે ત્રણ મહિના સુધી ટ્રાયલ રન લેવાશે. જો ટ્રાયલ રન સંતોષકારક નિવડશે તો મેગા કંપનીને સેફટીનું સર્ટિફિકેટ અપાશે. રેલવે સેફટી કમિશનરનું આ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ઉતારુઓવાળી મેટ્રો ટ્રેન દોડતી થઇ શકશે. વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપેરલ પાર્ક વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેન ઓવર હેડ વાયરના બદલે થર્ડ રેલ સિસ્ટમથી ૭પ૦ કિલોવોલ્ટ ડીસી કરંટથી ચાલશે. અપ-ડાઉન એમ બે લાઇન પર સ્ટાન્ડર્ડ ગેજ (૧૪૩પ એમએમ)ના બે પાટાની વચ્ચેના ડીસી કરંટનું વહન કરનારા ત્રીજા પાટાથી ટ્રેન દોડશે. આવી થર્ડ રેલ સિસ્ટમ દિલ્હીમાં પણ નથી તેમ જણાવતાં આધારભૂત સૂત્રો વધુમાં જણાવે છે કે મેટ્રો ટ્રેનના પ્રત્યેક કોચની સરેરાશ ૭૦૦ ઉતારુની વહનક્ષમતા છે, જોકે પિકઅવર્સમાં ૧૦૦૦ ઉતારુનો સમાવેશ થઇ શકશે એટલે પિકઅવર્સમાં એક ટ્રેનમાં ૩૦૦૦ ઉતારુઓની અવરજવર શકય બનશે. પ્રત્યેક ૩૦ મિનિટે અપ અને ડાઉન એમ બન્ને દિશાથી ઉતારુને ટ્રેન મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments