Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાકોરમાં ફાગણી પૂનમ પૂર્વે તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ, ડાકોર પદયાત્રા માર્ગનું સ્વ નિરીક્ષણ કર્યું

Webdunia
શનિવાર, 5 માર્ચ 2022 (10:57 IST)
ડાકોરના સર્કિટ હાઉસમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષમાં બેઠક મળી હતી. જેમાં ફાગણ પૂનમને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં હોળી પૂનમ માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિભાગના અધિકારીઓ પાસેથી તેમના વિભાગની તૈયારીઅંગેની સમીક્ષા કરી જરૂરી સૂચના અપાઈ હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ ધ્વારા થયેલ કામગીરી ની સમીક્ષા કરી હતી.
 
ડાકોર ફાગણી પૂનમને લઈને ડાકોર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી એ  તંત્રના અધિકારીઓ પાસે તેમજ ડાકોર ટેમ્પલ કમિટીના સભ્યો સાથે મિટિગ બોલાવી હતી. હોળી પૂનમ માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. સુચારૂ વ્યવસ્થા ગોઠવવા તેમજ પગપાળા આવતા ભાવિક ભક્તોને દર્શનમાં તકલીફ ન પડે તે માટે મિંટિગ…
વિસનગરના સવાલા ગામમાં લગ્નનાના જમણવારમાં 1000 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ, આરોગ્યમંત્રી રાત્રે 3:30 વાગ્યે વિસનગર દોડી આવ્યા
 
હવે ધીમે ધીમે કોરોનાના વળતા પાણી થઇ ગયા છે. ત્યારે રાજ્યમાં ચાલી રહેલી લગ્ન પ્રસંગની સીઝનમાં લોકો ધૂમધામથી પ્રસંગ યોજી રહ્યા છે. શિયાળાની સિઝન પુરી થતાં હવે રાજ્યમાં ધીમે ધીમે ગરમીએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ત્યારે લગ્નપ્રસંગોમાં ફૂડ પોઇઝનીંગના બનાવો બનતા હોય છે. ત્યારે  મહેસાણા જિલ્લાના વિસગનર તાલુકાના સવાલા ગામમાં યોજાયેલ લગ્નપ્રસંગના જમણવારમાં 1000 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયું હતુ. વિસનગરના ધારાસભ્ય સભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને આ સમાચાર મળતા તેઓ તરત જ ગાંધીનગર થી મોડી રાત્રે 3:30 વાગ્યે વિસરનગર દોડી આવ્યા હતા. 
 
મંત્રી ઋષિકેશ પટેલે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગર સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલ સહિતની …
 
NSE IFSC અને એચડીએફસી બેંકે ગ્લોબલ સ્ટોક્સમાં રોકાણના દ્વાર ખોલ્યા
 
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએફએસસી), એચડીએફસી બેંક સાથે મળીને આઈએસએફસીએ દ્વારા નક્કી કરાયેલી નિયમનલક્ષી સેન્ડબોક્સ ફ્રેમવર્ક ભારતમાં પ્રથમ વખત અનસ્પોન્સર્ડ ડિપોઝીટરી રિસિપ્ટસ (એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ)ના ટ્રેડીંગનો પ્રારંભ કર્યો છે, કે જે ભારતીય રિટેઈલ ઈન્વેસ્ટરોને ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ  અને નાસ્ડેક જેવા અમેરિકાના શેરમાં રોકાણ કરવાની સરળ અને પોસાય તેવી તક પૂરી પાડશે. આ પ્રારંભ પછી ભારતીય રિટેઈલ રોકાણકારો એનએસઈ આઈએફસી પ્લેટફોર્મ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિર્ધારિત કરાયેલી લિબ્રલાઈઝડ રેમિટન્સ સ્કીમ ("LRS")  હેઠળ સોદા કરી શકશે.
 
એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ એ એક નવતર પ્રકારની અનોખી પ્રોડક્ટ છે કે જે ભારતીય રિટેઈલ ઈન્વેસ્ટરોને વૈશ્વિક અર્થતંત્રોની ઉચ્ચ પર્ફોર્મન્સ કરતી કંપનીઓમાં પોતાના મૂડીરોકાણનું વૈવિધ્યકરણ કરવાની તક પૂરી પાડશે. એનએસઈ આઈએફએસસી  રિસિપ્ટસ મારફતે ગ્લોબલ સ્ટોક્સમાં મૂડીરોકાણની સમગ્ર પ્રક્રિયા નિર્બાધ અને ઓછી ખર્ચાળ બની જશે. રોકાણકારોને ગ્લોબલ માર્કેટમાં સોદા થતાં શેર્સની તુલનામાં આંશિક માત્રામાં સોદા કરવાનો વિકલ્પ મળશે. યુએસના સ્ટોક્સથી શરૂ કરીને એનએસઈ આઈએફએસસી ટૂંક સમયમાં વિશ્વના અન્ય બજારોના સ્ટોક્સમાં ટ્રેડીંગ કરવાની સુવિધા પૂરી પાડશે.
 
ગિફ્ટ સિટીમાં એચડીએફસી બેંકનું, આઈએફએસસી બેંકીંગ યુનિટ ("HDFC Bank-IBU") તેની એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસની કસ્ટોડિયન તરીકેની ભૂમિકામાં નવા રજૂ કરાયેલા યુડીઆર પ્રોગ્રામ હેઠળ એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ઈશ્યૂ કરશે અને આઈએફએસસી એ રજિસ્ટર્ડ ડિપોઝીટરીઝ સાથે ડિપોઝીટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામ કરશે અને રોકાણકારોના ડિપોઝીટરી એકાઉન્ટસ ખોલવાની સાથે-સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરશે. 
 
એનએસઈ આઈએફસી ક્લિયરીંગ કોર્પોરેશન લિમિટેડ (NICCL) મજબૂત રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્ક પૂરૂં પાડશે, ક્લિયરીંગ માટે સુવિધા અને સોદા કરાયેલી તમામ ડિપોઝીટરી રિસિપ્ટસનું સેટલમેન્ટ કરીને એનએસઈ આઈએફસી પ્લેટફોર્મ ઉપર કરાયેલા તમામ સોદા માટે સેટલમેન્ટ ગેરંટી પૂરી પાડશે. વધુમાં, તમામ સોદાને એનએસઈ આઈએફએસસીના ઈન્વેસ્ટર પ્રોટેક્શન ફ્રેમવર્ક હેઠળ આવરી લેવાશે. રોકાણકારો એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ગિફ્ટ સિટીમાં ખોલાવેલા તેમના પોતાના ડિમેટ એકાઉન્ટમાં જાળવી રાખી શકશે અને સ્ટોક બાબતે કોર્પોરેટ એક્શનનો લાભ મેળવવાને પાત્ર બનશે.
 
આઈએફસીએના ચેરમેન-ઇન્જેતી નિવાસ જણાવે છે કે "આજે રિટેઈલ પાર્ટિસિપેન્ટસને રિઝર્વ બેંકની લિબર્લાઈઝડ રેમિટન્સ સ્કીમ હેઠળ એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસમાં સોદાઓનો પ્રારંભ થયો છે, તે રિટેઈલ સહભાગીદારીને આકર્ષવાની અને વાયબ્રન્ટ કેપિટલ માર્કેટ વ્યવસ્થાને ભારતના એકમાત્ર ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર હેઠળ વિકસાવવાની ગિફ્ટ સિટીની આ એક સારી શરૂઆત છે. 
 
એનએસઈ આઈએફએસસીની આ નવતર ઓફરથી રિટેઈલ રેસિડેન્ટ ઈન્વેસ્ટર્સ પસંદગીના અમેરિકાના સ્ટોક્સમાં એનએસઈ આઈએફએસસી પ્લેટફોર્મ મારફતે સોદાઓ કરી શકશે. શરૂઆતમાં નિયમનલક્ષી સેન્ડબોક્સ માળખાં હેઠળ અને તે પછી તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ઈન્વેસ્ટર્સ એક્સચેન્જમાં સોદાઓ કરી શકશે. આ પ્રસંગે હું એનએસઈ આઈએફએસસીને રિટેઈલ ઈન્વેસ્ટરો માટે નવતર પ્રકારની ફાયનાન્સિયલ પ્રોડક્ટસ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું."
 
એનએસઈના એમડી અને સીઈઓ- વિક્રમ લિમયેએ જણાવ્યું હતું કે "અમેરિકાના સ્ટોક્સનું અનસ્પોન્સર્ડ ડિપોઝીટરી રિસિપ્ટસ તરીકે ટ્રેડીંગ શરૂ થયું છે, તે એનએસઈ આઈએફએસસી માટે ગૌરવની ક્ષણ છે. આ વ્યવસ્થાથી ગ્લોબલ સ્ટોક્સમાં રોકાણની સમગ્ર પ્રક્રિયા ભારતીય રિટેઈલ રોકાણકારો માટે નિયંત્રિત વાતાવરણમાં અપાર સુવિધા પૂરી પાડશે. આ લૉન્ચની સાથે જ, અમે અમારા ભારતીય રીટેઇલ રોકાણકારો અને બ્રોકરો માટે નોંધપાત્ર મૂલ્યને અનલૉક કર્યું છે અને અમે સંકલિત અને ઈનોવેટીવ ઈન્ટરનેશનલ આઈએફસી એક્સચેન્જ તરીકે અમારૂં સ્થાન ઊભું કરવા માટે આશાવાદી છીએ. 
 
અમે આ અનોખા પ્રયાસ હેઠળ એચડીએફસી બેંક સાથે સહયોગ કરતાં આનંદ અનુભવીએ છીએ અને માનીએ છીએ કે, સાથે મળીને અમે ગિફ્ટ આઈએફએસસી ફાયનાન્સિયલ લેન્ડસ્કેપ બદલી નાંખીને તેને આપણાં માનનીય વડાપ્રધાનના વિઝન મુજબ સાચા અર્થમાં ગ્લોબલ આઈએફએસસી બનાવીશું."
 
એચડીએફસી બેંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર- કૈઝાદ ભરૂચા જણાવે છે કે "એચડીએફસી બેંક ભારતની નાણાકીય સર્વિસીસ ક્ષેત્રે અગ્રણી છે અને ભારતના નાણાકીય ક્ષેત્રની કાયાપલટ કરવામાં ઉદ્દીપક ભૂમિકા ભજવી રહી છે. એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ એ ભારત/ગિફ્ટ આઈએફસીનો ભારતમાં  અનોખો પ્રયાસ છે અને તે ભારતના રિટેઈલ ઈન્વેસ્ટરોને ગ્લોબલ સ્ટોક્સમાં આસાનીથી રોકાણ કરવાની તક પૂરી પાડશે. 
 
એનએસઈ આઈએફએસસી રિસિપ્ટસ ફ્રેમવર્ક આ રોકાણોને અત્યંત પરવડે તેવા અને પારદર્શક બનાવશે અને તેના દ્વારા રિટેઈલ સહભાગીદારી માટેનો માર્ગ મોકળો કરશે. અમે આ પ્રોગ્રામ અંગે ખૂબ જ રોમાંચિત છીએ અને માનીએ છીએ કે, આ વ્યવસ્થા ભારતીય રોકાણકારો ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટમાં જે રીતે રોકાણ કરે છે, તેમાં પરિવર્તન લાવશે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Chinmaya krishna das- ચિન્મય દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વકીલની હત્યા મામલે ખળભળાટ મચી ગયો છે, હિન્દુ સંગઠને આરોપો પર સ્પષ્ટતા કરી છે.

સરકાર લાવી રહી છે નવું PAN કાર્ડ, કરદાતાઓ પર શું થશે અસર

પાકિસ્તાનમાં સ્થિતિ ચિંતાજનક, વિરોધ હિંસક બન્યો, અબ્દુલ કાદિર ખાન સહિત 12ના મોત

Viral News - હે ભગવાન.... શાળામાં લંચ કરતી વખતે બાળકે એક સાથે ત્રણ પુરીઓ ખાવાની કરી કોશિશ, શ્વાસ લેવામાં તકલીફ અને હોસ્પિટલમાં તોડ્યો દમ

Cold wave in gujarat- ગુજરાતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ, ગાઢ ધુમ્મસ, ગાંધીનગર સહિત આ શહેરોમાં પારો ગગડ્યો

આગળનો લેખ
Show comments