Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાએ પોલીસને કહ્યું- મારી ભૂલ થઈ ગઈ

સુરતમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાએ પોલીસને કહ્યું- મારી ભૂલ થઈ ગઈ
, શનિવાર, 5 માર્ચ 2022 (09:09 IST)
સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં જ બળાત્કાર ગુજારી લોહીલુહાણ કરવાના બનાવમાં બાળકીનો પિતા જ હવસખોર નીકળ્યો છે. ગત ગુરૂવારે બપોરે ઘરે આવેલા હવસખોર પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાક્રમ અને સીસીટીવી ફુટેજના આધારે તેની ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ થયા બાદ થોડા સમયમાં તેણે પોલીસને કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ.

જોકે, ઘટના બન્યા બાદથી દીકરીની સાથે જ રહેલા પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા બાદ ગુનાની કબૂલાત કરી હતી. મૂળ નેપાળનો પરિવાર સુરત-કામરેજ રોડ પર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે એક મકાનમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી રવિના (નામ બદલ્યું છે), 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે. ગુરુવારે પતિ-પત્ની તેમના કામ પર ગયા હતા. ત્રણેય સંતાનો ઘરે હતા. બપોરે દોઢેક વાગે અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો હતો. તેણે રવિના સિવાયના બાળકોને બાથરૂમમાં પુરીને રવિના પર બળાત્કાર ગુજાર્યો હતો. રવિના લોહીલુહાણ થઈ ગઈ હતી. તેની નાની બહેને દાદીને આ બાબતે વાત કરી હતી. બધા સગા ઘરે આવ્યા અને રવિનાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસને જાણ કરાતા પોલીસે હોસ્પિટલ જઈ ફરિયાદ દાખલ કરી હતી. રવિના અને તેની બહેને પોલીસે જણાવ્યું હતું કે, અજાણ્યો માણસ લાંબાવાળ વાળો હતો અને કાનમાં કડી પહેરી હતી.પોલીસે બનાવ બન્યો તે સમયના આસપાસના લોકોને લાંબા વાળવાળો અને કાનમાં કડીવાળો માણસ બપોરે એકાદ વાગે દેખાયો હતો કે કેમ તે બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ બધાએ કહ્યું કે, બપોરે આવો કોઈ માણસ નથી દેખાયો. બનાવથી થોડા અંતરે એક દુકાન બહાર આવેલા સીસી કેમેરા ચેક કરતા પોલીસ ચોંકી ગઈ હતી. બપોરે રવિનાની માતા અને પિતા આવતા દેખાય છે. તેના પિતા બે વખત આવે છે. બીજી વખત 12.07 વાગે ઘર તરફ જતો દેખાય છે. પરંતુ તે ઘરેથી પરત બહાર જતા નથી દેખાતો. તેથી પોલીસને શંકા ગઈ.પોલીસે ફરીથી હોસ્પિટલ જઈને રવિનાની પૂછપરછ કરી હતી. રવિનાની અને બીજી દીકરીની ફરીથી પૂછપરછ કરી હતી. ત્યારે બંનેએ કહ્યું કે, તેના પિતાએ જ ખરાબ કામ કર્યું છે. તેથી પોલીસે બાળકીના પિતાને ઉંચકી લીધો હતો. જ્યારે તેને પકડ્યો અને પૂછપરછ કરી ત્યારે તે પહેલા કંઈ બોલતો ન હતો. પછી પોલીસે કહ્યું કે, તારી દીકરીએ સાચી વાત કરી દીધી અને સીસીટીવી કેમેરામાં તું દેખાય છે ત્યારે તે પડી ભાંગ્યો હતો. તેણે પોલીસ સામે કબૂલાત કરી કે, મારી ભૂલ થઈ ગઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિંમતનગરની હિરલ શાહે 38 સ્પર્ધકોને પછાડી ‘મિસિસ ઇન્ડિયા ગ્લેમર’નો ખિતાબ જીત્યો