Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાનાને જૂનાગઢથી કચ્છ લવાશે, કાર્યક્રમના આયોજકની ધરપકડ

Webdunia
બુધવાર, 7 ફેબ્રુઆરી 2024 (12:31 IST)
Program organizer arrested for inflammatory speech

- ભડકાઉ ભાષણ કેસમાં આયોજક મામદખાન મુરની ધરપકડ
- મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મંજૂર
-  આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી 

સામખીયાળી ભડકાઉ ભાષણ કેસમાં કચ્છ પોલીસે કાર્યક્રમના આયોજક મામદખાન મુરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને લઈને જ્યા કાર્યક્રમનું આયોજન કરાયું હતુ ત્યા જઈને રીક્ન્સ્ટ્ર્કશન કરવામાં આવ્યું હતું. સામખીયાળી ખાતે આયોજીત કાર્યક્રમ સ્થળે આરોપીને સાથે રાખી પોલીસે તપાસ કરી છે. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની માંગ કરવામા આવશે. કચ્છ પોલીસની એક ટીમ જુનાગઢ પણ જશે. આરોપી મૌલાનાનો કબજો મેળવવા આ ટીમ જૂનાગઢ જશે.
 
મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મંજૂર
આ અંગે ભચાઉના નાયબ પોલીસ વડા સાગર સાબડાએ મીડિયાને જણાવ્યું હતું કે, મુફતી અઝહરીએ સામખયાળીના જે સ્થળે ભળકાઉ ભાષણ આપ્યું હોવાની ઘટના છે, તે મામલે કાર્યક્રમની પરવાનગી લેનાર અન્ય આરોપી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યાં આરોપી પાસે ક્યાં કાર્યક્રમ હતો, શું વિષય હતો જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. બીજી તરફ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફતી સલમાન અઝહરી મૌલાનાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરીને જૂનાગઢ પોલીસે 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટમાં દલીલો બાદ આખરે પોલીસને મુફતી સલમાન અઝફરીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે.
 
જૂનાગઢમાં ભાષણ મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી
31 જાન્યુઆરીના રોજ સાંજે જૂનાગઢની નરસિંહ સ્કૂલના મેદાનમાં વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ મુંબઈથી મુફતી સલમાન અઝહરીને બોલવ્યો હતો. એમાં મુફતી સલમાન અઝહરીએ નશામુક્તિ સિવાય પણ લોકોમાં વૈમનસ્ય ફેલાય અને તંગદિલી ઊભી થાય એ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું. એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમના આયોજકો અને ભાષણ કરનાર મૌલાના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને સ્થાનિક આયોજક મહંમદ યુસુફ મલેક અને અઝીમ ઓડેદરાને ઝડપી પાડવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Pune News - મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોટી દુર્ઘટના, 3 લોકોના મોત, વીડિયો સામે આવ્યો

Happy Gandhi Jayanti 2024 Quotes & Wishes: આ મેસેજીસ દ્વારા આપો ગાંધી જયંતીની શુભેચ્છા

Solar Eclipse 2024 Upay - આજે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જો તમે તમારી કુંડળીમાં સૂર્યને બળવાન બનાવવા માંગતા હોય તો આજે આ કામ જરૂર કરો

Morbi - કિયા કારમાં લાગી આગ, સિરામિકના વેપારીનું મોત, આગને કારણે કારના દરવાજા થયા લોક, પરંતુ રૂ. 5 લાખ, પિસ્તોલ, ઘડિયાળ, 8 મોબાઈલ સલામત

અમદાવાદના પટેલ પરિવારે 630 લિટર રક્તદાન કર્યું છે, ત્રણ પેઢીઓ પરંપરાને અનુસરી રહી છે

આગળનો લેખ
Show comments