Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૂનાગઢ પોલીસ એક્શનમાંઃ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ

જૂનાગઢ પોલીસ એક્શનમાંઃ ભડકાઉ ભાષણ મુદ્દે મૌલાના સહિત ત્રણ ઈસમો સામે ફરિયાદ
જૂનાગઢ , શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (14:51 IST)
શહેરમાં પોલીસે ભડકાઉ ભાષણ આપનારા મુસ્લિમ સમાજના મૌલાના સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે. જુનાગઢ પોલીસે મહમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. 

 
જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ
પ્રાપ્ત વિગતો મુજબ નરસિંહ સ્કુલના મેદાનમા મુસ્લિમ સમાજની ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં ભડકાઉ ભાષણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ મૌલાના સહિત ૩ લોકો સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. જુનાગઢ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢ બી ડિવિઝન પોલીસે મહંમદ યુસુફ, અજીમ હબીબ, મૌલાના સલમાન સામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. 
ભાષણોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં
આ લોકોએ ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. જેને લઈ આ તમામ સામે કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિના ભંગ બદલ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.પોલીસે એવી અપીલ પણ કરી છે કે બે કોમ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવા કોઈપણ પ્રકારના નિવેદનો આપવા નહીં અને આવા ભાષણોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા નહીં. જો કોઈ વીડિયો વાયરલ કરતાં પકડાશે તો તેની સામે કાર્યવાહી થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની મહિલાને સાસરિયાએ કહ્યું, તું અમારા ઘર માટે પનોતી છે, તારા શરીરમાં ભૂત છે