Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત તરફ આગળ વધી રહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ, 1 થી 3 સપ્ટેમ્બર સુધી સારા વરસાદના અણસાર

Webdunia
મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (11:07 IST)
બંગાળની ખાડી સક્રિય લો પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્વિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 1 સપ્ટેમ્બર સુધી ગુજરાત પહોંચવાની સંભાવના છે. તેનાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 1 થી 3 સપ્ટેમ્બર વરસાદના અણસાર છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે હાલ ઓછું દબાણ મધ્ય ભારતમાં બનેલું છે. શહેરમાં આગામી બે દિવસો સુધી મધ્યથી હળવું દબાણ મધ્ય ભારત પર બન્યું છે.  શહેરમાં આગામી બે દિવસ સુધી મધ્યમથી હળવા વરસાદનું અનુમાન છે. રવિવારે મહુઆ અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. 
 
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વરસાદના પગલે વાતારવરણમાં ઠંકર પ્રસરી જવા પામી છે. ઉત્તર-પશ્વિમ દિશા તરફથી 4 કિમીની ગતિએ દિવસભર વરસાદ ખાબક્યો હતો. ઉકાઇનું જળસ્તર 329.12 ફૂટ છે. ઇનફ્લો 13847 ક્યૂસેક છે. 
 
ગુજરાતમાં અત્યાર સુધી 24 ઓગસ્ટ સુધી 350.33 મિલી મીટર વરસાદ ખાબક્યો છે, જે ગત 30 વર્ષના મુકાબલે ઓછો છે, ગત 30 વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 840 મિમી વરસાદ નોંધાયો છે.  આ વર્ષે સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર ગુજરાત અને કચ્છની છે. ઉત્તર ગુજરાતના ડેમમાં અત્યારે ફક્ત 23.97 ટકા પાણી છે, જ્યારે કચ્છના ડેમમાં 21 ટકા પાણી છે. 
 
ગુજરાતના 207 પુલમાં સૌથી વધુ જો પુરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 13 માંથી ફક્ત એક જ્યારે સૌરાષ્ટ્રના 141 ફક્ત બે ડેમ ભરેલા છે. જ્યારે ગુજરાતની લાઇફલાઇન કહેવાતી નર્મદા નદી અને તેના પર બનેલા સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં ફક્ત 40 ટકા પાણી બચ્યું છે. 
 
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસાદ 5 રાઉન્ડમાંથી જ સારો વરસાદ થયો છે, જ્યારે 3 રાઉન્ડ બેકાર ગયા છે. આ સાથે જ દુકાળની સંભાવના પ્રબળ છે. બીજી તરફ 31 ઓગસ્ટ સુધી જો વરસાદ ન થાય તો દુકાળની ચપેટમાં આવશે. મહેસાણા જિલ્લાના 4 તાલુકા, પાટણના 6 અને બનાસકાંઠાના 8 તાલુકામાં દુકાળનો ખતરો છે.  
 
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments