Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દ્વારિકામાં કૃષ્ણ જન્મોત્સવઃ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, ભગવાનને વિવિધ ભોજનિયાંનો રસભર્યો થાળ પીરસવામાં આવ્યો હતો

દ્વારિકામાં કૃષ્ણ જન્મોત્સવઃ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, ભગવાનને વિવિધ ભોજનિયાંનો રસભર્યો થાળ પીરસવામાં આવ્યો હતો
, મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (10:37 IST)
મંદિરનો સૌથી મોટો ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ ભાવિકોની હાજરીમાં ઊજવવામાં આવી રહ્યો હતો.વિવિધ પરંપરા અનુસાર, વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશની પૂજા-વિધિ ફરીવાર શરૂ કરવામાં આવી હતી, જેમાં ભગવાનને વિવિધ ભોજનિયાંનો રસભર્યો થાળ પીરસવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભગવાનને આઇનાં દર્શન કરાવવામાં આવ્યાં હતા.જગત મંદિરનાં દ્વાર સવાનવ પછી દર્શન માટે ખૂલ્યાં હતા.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મનાં વધામણાં કરવા માટે રાજ્યભરમાંથી ભાવિકો દ્વારકા પહોંચ્યા છે. વહેલી સવારથી દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી હતા. શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઇને રાત્રે દ્વારિકા નગરી અને જગત મંદિરને સોળે શણગારથી શણગારવામાં આવ્યું છે. રાત્રે 12 વાગ્યે કાન્હાના જન્મના મહોત્સવને લઇને મંદિરને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું. રાત્રે પણ ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશનાં દર્શન કરવા ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. માસ્ક અને કોરોના ગાઇડલાઇન્સ મુજબ, ભક્તોએ કતારમાં ઊભા રહી ભગવાન દ્વારકાધીશનાં દર્શન કર્યાં. ભક્તો દ્વારા દર્શન કરવા માટે અવિરત પ્રવાહ ચાલુ છે. બપોરે 12 વાગ્યે રાજભોગ અર્પણ કરાયા બાદ બપોરે 1 વાગ્યે મંદિરનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં હતાં અને પછી સાંજે 5 વાગ્યે દર્શનાર્થીઓ માટે દ્વાર ખોલવામાં આવ્યાં હતા. તીર્થ પુરોહિત અભય ઠાકરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે આજના દિવસે 5 વખત ધ્વજા ચડાવાય છે અને આજની છેલ્લી ધ્વજા અપર્ણ કરવામાં આવી હતી.ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના મહામારીને કારણે જગતમંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતાં. જોકે અહીં નીચે આપેલી લિન્કમાં ભક્તો દ્વારકાધીશનાં દર્શન ઓનલાઇન કરી શકે એ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘેરબેઠાં દ્વારકાધીશનાં દર્શન કરી શકે. દ્વારકાધીશ જગતમંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઊજવાતો હોય, ત્યારે પરંપરા અનુસરવામાં આવે છે. જે ભક્તો પોતાના ઘેરબેઠાં ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઊજવી શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેઘરાજા પઘાર્યા - ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસતા ગરમીથી મળી રાહત