Dharma Sangrah

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ધરપકડથી બચવા હવાતિયા મારનાર જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયો

Webdunia
મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (16:04 IST)
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ચાર્જશીટ રજુ કરી દીધી છે. પરંતુ ધરપકડથી બચવા હવાતિયા મારનાર ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ આજે કોર્ટમાં હાજર થઈ ગયા છે. તેમણે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. મોરબી કોર્ટમાં થયેલી ચાર્જશીટમાં જયસુખ પટેલ પર મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં ઓરેવાના માલિક જયસુખ પટેલ પર માટો આક્ષેપ કરાયો છે. જે મુજબ જયસુખ પટેલે પોતાના અંગત સ્વાર્થ માટે અધૂરા સમારકામે જ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો. આ પાછળ આર્થિક લાભ ખાંટવાનો પણ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.

<

મોરબી બ્રિજ દુર્ઘટના મામલો

જયસુખ પટેલનું મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર

135 જિંદગીનો ભોગ લેનાર જયસુખ પટેલનું સરેન્ડર

ઓરેવા કંપનીના માલિક છે જયસુખ પટેલ#MorbiBridgeCollapse #Morbi pic.twitter.com/glgGFofMpP

— Alpesh Goswami (@AlpeshSandesh) January 31, 2023 >

પોલીસની ચાર્જશીટમાં આક્ષેપ કરાયો છે કે, મોરબીના ઝુલતા બ્રિજના સમારકામ માટે એક વર્ષની મુદત હતી, જોકે 6 મહિનામાં જ બ્રિજનું સમારકામ કરીને તેને પૂર્ણ કરી દેવામાં આવ્યું અને બેસતા વર્ષે જ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. બ્રિજના કેબલમાંથી એક કેબલ નબળો હતો છતાં સમારકામમાં બેદરકારી દાખવવામાં આવી જેના કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજના કેબલમાં 49માંથી 22 જેટલા તાર કાટ ખાઈ ગયા હતા, છતાં તેને રિપેર કરવામાં નહોતા આવ્યા. ટેકનિકલ મદદ લીધા વિના જ બ્રિજનું કામ સોંપવામાં આવ્યું. તથા નજીકના ભવિષ્યમાં જયસુખ પટેલ ન પણ મળે તેવો ઉલ્લેખ પણ કરાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

આગળનો લેખ
Show comments