Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ભગવાન જગન્નાથના રથનું પૂજન કરાયું,145મી રથયાત્રા લાખો ભક્તોની હાજરીમાં રંગેચંગે યોજાશે

jaggannath
Webdunia
મંગળવાર, 3 મે 2022 (09:56 IST)
ભગવાન જગન્નાથ અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર દ્વારા આજે ત્રણેય રથનું પૂજન કરવામાં આવ્યું હતું.  વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેય રથનું ભક્તો અને મંદિરના સેવકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું.જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 12મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  કોરોના મહામારીના કારણે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા મંદિરની બહાર કાઢવામાં આવી ન હતી. માત્ર મંદિર પરિસરની અંદર જ ત્રણેય રથને ફેરવી અને આખો દિવસ પરિસરમાં જ મૂકી રાખવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નિકાળવામાં આવી હતી. પરંતુ રથયાત્રા એક પણ ભકતોની હાજરી વિના માત્ર હાથી અને ત્રણ રથ સાથે પરંપરાગત રૂટ ઉપર નીકળી હતી. ત્રણ કલાકની અંદર જ રથયાત્રા મંદિર પરિસરમાં પરત ફરી હતી. જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમજ શણગાર કરેલી ટ્રકો સાથે નીકળશે. ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તોની હાજરીમાં નીકળશે અને લોકો ભગવાનના દર્શન કરી શકશે. 14મી જૂને ભગવાનની જળયાત્રા યોજાશે અને 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

વધુ જુઓ..

નવીનતમ

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

આગળનો લેખ
Show comments