Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા લાઈવ - રથયાત્રા 4 કલાકમાં પુરી, નિજમંદિરે પરત આવી ગયા જગ્ગનાથ

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા લાઈવ - રથયાત્રા 4 કલાકમાં પુરી, નિજમંદિરે પરત આવી ગયા જગ્ગનાથ
, સોમવાર, 12 જુલાઈ 2021 (11:27 IST)
કોરોનાની બીજી લહેરનો લગભગ અંત અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે  અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા બે વર્ષ પછી નીકળી રસ્તાઓ પર નીકળી પડી છે.  રથયાત્રા પહેલા મંગળા આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી.  મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું . તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો હાજર રહ્યાં હતાં. રાજ્ય સરકારે રથયાત્રા રૂટ પર કરફ્યુ લગાવ્યુ છે 
webdunia

મુખ્યમંત્રી  વિજય ભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે 
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિધિમાં  ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા.  મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈએ દર વર્ષે  અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની અને રથ યાત્રાના મંદિર થી પ્રસ્થાન માર્ગની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી. મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.
webdunia
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને   દેશ અને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવી  કોરોના મુક્ત રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.  સમગ્ર રાજ્યમાં  સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
 
આજે અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છી સમાજના લોકોને નૂતન વર્ષની  શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિશેષમાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પગલે કચ્છ જિલ્લામાં  નર્મદાનું એક મિલિયન એકર ફીટ  પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
webdunia
નર્મદા ના આ જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
 ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા  દર્શનનો લાભ લે તે જરૂરી છે તેવી તેમણે અપિલ કરી હતી. તેમણે જણાવ્યુ કે ઘરે બેઠા દર્શનનો લહાવો નગરજનો મેળવી શકે તે માટે ની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે  તે માટે ભગવાન જગન્નાથ ને પ્રાર્થના કરી છે. આ અવસરે અમદાવાદના મેયર કિરીટ પરમાર , ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંદિરના મહંત  દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન-અર્ચન માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.           
 
-  મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને શ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં  સતત પાંચમી વાર પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
- નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ સહભાગી થયા
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ  દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાની મહામારીમાંથી જલ્દીથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરી છે
webdunia
- સવારે 7.10 વાગ્યે ત્રણેય રથનું મંદિરની બહાર પ્રસ્થાન કરવામાં આવ્યું
-  ખ્યમંત્રીએ રથનું પ્રસ્થાન કરાવ્યું
- મુખ્યમંત્રીએ પહિંદ વિધી કરી
-  મુખ્યમંત્રી પહિંદ વિધિ માટે પહોંચ્યા
- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંદિરે પહોંચ્યા
-  મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરે પહોંચ્યા
-  ગજરાજને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા
-  ભગવાનના રથને પ્રતિકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યા
- રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે ભગવાનના દર્શન કર્યા
- ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરાયા
- બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં બિરાજમાન કરાયા
-  ભગવાન જગદીશને નંદીઘોષમાં રથમાં બિરાજમાન કરાયા
- લાસીઓને સરસપુર પોલીસની બસમાં મોકલ્યા
-  દિલીપદાસજીએ પ્રદીપસિંહને પુષ્પમાળા પહેરાવી આભાર પ્રગટ કર્યો

11:21 AM, 12th Jul
webdunia

- જગન્નાથજીનો રથ નિજ મંદિર પહોંચ્યો
- જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજા પહોંચ્યો
- જગન્નાથજીનો રથ આર.સી.ટેકનિકલ પહોંચ્યો
- જગન્નાથજીનો રથ શાહપુર પહોંચ્યો
- જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો

08:54 AM, 12th Jul



- જગન્નાથજીનો રથ સરસપુર પહોંચ્યો, મામેરું શરૂ
- જગન્નાથજીનો રથ ખાડીયા પહોંચ્યો, 5 મિનિટનો વિરામ
- જગન્નાથજીનો રથ રાયપુર પહોંચ્યો
-  જગન્નાથજીનો રથ આસ્ટોડિયા પહોંચ્યો
-  જગન્નાથજીનો રથ ખમાસા પહોંચ્યો
-  રથ કોર્પોરેશન તરફ આગળ વધ્યા
-  જમાલપુર અંજુમન સ્કૂલ પાસે રથયાત્રા પહોંચી
- રથયાત્રા જમાલપુરથી બહાર નીકળી
-  જમાલપુર દરવાજાથી રથયાત્રા આગળ વધી
-  રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયપુરના આમેર મહલ પર વીજળી ત્રાટકતા સેલ્ફી લેતા ટૂરિસ્ટ ચપેટમાં આવ્યા, 6 લોકોના મોત