Webdunia - Bharat's app for daily news and videos

Install App

HMPV virus: ગુજરાતના ત્રણ શહેરોના સિવિલ હોસ્પિટલમાં બનાવાયા આઈસોલેશન વોર્ડ

Webdunia
બુધવાર, 8 જાન્યુઆરી 2025 (11:11 IST)
HMPV Virus: ગુજરાતમાં માનવ મેટા ન્યૂમોવારસ (HMPV) ના પહેલા મામલા પછી, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટના સિવિલ હોસ્પિઋટલમાં 3 આઈસોલેશન વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે.  આ એક શ્વસન રોગ છે જેમા ફ્લૂ જેવા લક્ષણ જોવા મળે છે. આ જાણકારી રાજ્ય સરકાર દ્વારા જાહેર કર્યા બાદ સામે આવી કે અમદાવાદમાં બે મહિનાના એક બાળકને લગભગ બે અઠવાડિયા પહેલા HMPV ની જાણ થઈ ગઈ હતી. 
 
સંભવિત સ્વાસ્થ્ય આપાત સ્થિતિઓનુ સમાધાન કરવા માટે સ્વાસ્થ્ય વિભાગે દરેકમાં 15 બેડ સાથે આઈસોલેશન વોર્ડ બનાવ્યા છે. કુલ 45 બેડ ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટના ત્રણ મુખ્ય સિવિલ હોસ્પિટલમાં છે. હાલ આ વોર્ડ ખાલી છે કારણ કે  HMPV ના કોઈપણ શંકાસ્પદ કેસ સામે આવ્યા નથી. સ્વાસ્થ્ય વિભાગે બધા સરકારી હોસ્પિટલોને HMPV ના કેસ સાચવવા માટે તૈયાર રહેવાનો આદેશ આપતો એક પરિપત્ર જાહેર કર્યો છે.  
 
HMPV વાયરસની જાણ કરવામાં ઝડપ લાવવા માટે આવનારા દિવસોમાં આ હોસ્પિટલમાં વધુ પરીક્ષણ કિટ ખરીદવામાં આવશે અને વિતરિત કરવામાં આવશે.  સિવિલ અધીક્ષક ડો. રાકેશ જોશીએ જણાવ્યુ કે ભવિષ્યની કોઈપણ કટોકટીવાળી સ્થિતિને પ્રબંધિત કરવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 બેડ વાળુ આઈસોલેશન વોર્ડ સ્થાપિત કરવામાં આવ્યુ છે.  જો કે HMPV માટે કોઈ વિશિષ્ટ વેક્સીન કે દવા નથી. તેથી ઉપચાર લક્ષણ આધારિત રહેશે.  
 
સરકારની પ્રતિક્રિયા અને સાર્વજનિક સલાહ 
સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે પુષ્ટિ કરી કે 4 જાન્યુઆરીના રોજ મુખ્ય જીલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓ, સિવિલ સર્જનો અને ઉપ-જિલા હોસ્પિટલોના અધિક્ષકને વાયરસ સંબંધિત મામલા પર ધ્યાન કેન્દ્રિત કરવાના આદેશ આપવા માટે એક બેઠક  આયોજીત કરવામાં આવી હતી. લોકોને છીંકતી વખતે પોતાના ચેહરા ઢાંકવા, ગર્દીવાળા સ્થાન પર જવાનુ ટાળવા, ફ્લૂથી સંક્રમિત વ્યક્તિઓથી દૂર રહેવા, પર્યાપ્ત ઉંધ લેવા, ખૂબ પાણી પીવુ અને કોઈપણ શ્વસન સંબંધી સમસ્યા માટે ડોક્ટરની સલાહ લેવાનો આગ્રહ કરતી એક સલાહ રજુ કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

HBD Bipasha- બિપાશા બાળપણમાં ડોક્ટર બનવા માંગતી હતી

ગુજરાતી જોક્સ - સાત વર્ષથી દારૂ પી રહ્યો છે

શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર

વધુ જુઓ..

નવીનતમ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

Rice In Diabetes - ડાયાબિટીસના દર્દીઓ કયા ચોખા ખાઈ શકે છે અને કયા શુગર માટે હાનિકારક છે.. જાણો

મટન ચોપ્સ રેસીપી

Baby girl name With D - ડ પરથી નામ છોકરી

લગ્ન પહેલા તમારા પાર્ટનરને આ ખાસ પ્રશ્નો ચોક્કસથી પૂછો

આગળનો લેખ
Show comments