Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે દિવસમાં 3 માસુમ બાળકીઓ પર દુષ્કર્મ કરનારો વિકૃત આરોપી ઝડપાયો

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (16:03 IST)
સાંતેજમાં બે દિવસમાં ત્રણ માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી દિવાળીના તહેવારો દરમિયાન બનેલી બે બાળકી પર દુષ્કર્મ અને એકની હત્યાના ગુનામાં એક જ આરોપી સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ખાત્રજની શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સિવાય આરોપીએ 5 વર્ષની બાળકી પર પણ દુષ્કર્મ આચર્યું હતું.
 
ગત. તા. 4 નવેમ્બરનાં રોજ રાંચરડા ગામની સીમમાંથી 5 વર્ષની બાળકીને કોઇ અજાણ્યા ઇસમ તેની ઓરડી આગળથી મોટર સાયકલ ચાલક ઉપર બેસાડી અપહરણ કરી અવાવરૂં જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરી રાંચરડાથી ડાભલા જતા રોડ ઉપર છોડી દીધી હતી. જેથી તેની માતાએ ફરીયાદ આપતા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ બનાવની જગ્યા મજુરવર્ગના રહેણાંકવાળી હોવાથી આજુ બાજુના વિસ્તારમાં સી.સી.ટી.વી. ફુટેજ ઉપલબ્ધ હતા નહી. જેથી પોલીસ દ્વારા જે જગ્યાએથી બાળકી મળી આવી તે સ્થળ સુધી આવતા રૂટને ધ્યાને લઇ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યાં હતા. જેમાં બનાવથી નજીક આવેલી એક ફેક્ટરીના કેમેરા ચેક કરતા એક બાઇક ચાલક બાળકીને લઇ જતી શંકાસ્પદ મુવમેન્ટ જણાઇ આવી હતી. પોલીસે શંકાસ્પદ ઇસમો પૈકી હાલમાં અટક કરેલા આરોપી વિજય પોપટજી ઠાકોર હકીકત છુપાવતો હોવાનું જણાઇ આવતા તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
 
નવા વર્ષના દીવસે તા. 5 મી નવેમ્બરની રાત્રીના સમયે ખાત્રજ ચોકડી પાસે આવેલ છાપરામાંથી ત્રણ વર્ષની એક બાળકીનું પણ અપહરણ કરી ગળું દબાવી હત્યા કરી દુષ્કર્મ ગુજાર્યાની પણ આરોપીએ કબૂલાત કરી હતી. આ અંગે રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપીની બાળકી વિશે પૂછતાંછ કરતાં તેણે તેને અવાવરુ જગ્યાએ છોડી દીધેલ હોવાનું કહ્યું હતું. આરોપીના જણાવ્યા મુજબ તે જગ્યાએ જતા ખાત્રજથી મોટી ભોયણ જતા રોડ ઉપર દેમાઇ તળાવની સામે ગરનાળાની નીચે અવાવરુ જગ્યાએ બાળકીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ.જે આધારે આરોપીને ગઈકાલે રવિવારે અટક કરી બાળકીના મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કરાવતા બાળકીના ગુપ્ત ભાગે ઇજાઓ થયાનું ખુલ્યું હતું. તથા બાળકીનું મૃત્યુ ગળુ દબાવવાથી થયેલ હોવાનું પ્રસ્થાપિત થતા તેની ધરપકડ કરી તા. 11 મી નવેમ્બર સુધીના પોલીસ રીમાન્ડ મેળવવામાં આવ્યા છે

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments