Webdunia - Bharat's app for daily news and videos

Install App

'તમે વધુ ફટાકડા કેમ લાવ્યા' આ બાબતે પત્નીને ગુસ્સો આવતા પતિએ હત્યા કરી નાખી

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2024 (15:01 IST)
Diwali news-  દિવાળીના તહેવાર માં પતિ-પત્નીના નાની બાબતો પર ક્ઝગડો થતો રહે છે. આવુ જ મોરબીમાં સામાન્ય બાબતે હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિએ પત્નીની કરી હત્યા, દિવાળીના સમયે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. 
 
આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા એક શ્રમિક દંપતી વચ્ચે ફટાકડા ખરીદવાના મુદ્દે બોલાચાલી થઈ હતી.
 
ફટાકડાની કિંમત 500 રૂપિયા
આરોપી પતિ દિવાળી માટે માત્ર 500 રૂપિયાના ફટાકડા લાવ્યો હતો. ખરીદી કરીને પતિ જ્યારે ઘરે પહોંચ્યો તો ફટાકડા જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિના હાથમાં ફટાકડાની થેળી જોઈને પત્નીએ પૂછ્યું, આટલા ફટાકડા કેમ લાવ્યા? આ પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ચર્ચા એટલી વધી ગઈ કે બંનેએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ શરૂ કર્યા. થોડી જ વારમાં લડાઈ વધી ગઈ.
 
પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પતિ નરભેસિંગ મેડા ઉશ્કેરાઈ ગયો હતો અને પત્ની ભૂરીબેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પત્નીને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે ભૂરીબેનનું મોત થયું હતું. ઘટનાની ગંભીરતા જોઈને પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પતિએ ગુસ્સામાં પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળી પર આ જગ્યાએ લગાવો લક્ષ્મીજીના પગલા

GPSC 2024: ગુજરાતમાં પોર્ટ અને ટ્રાંસપોર્ટ વિભાગમાં નોકરીની ઈચ્છા છે તો આજે જ કરી શકો છો અરજી

Morbi bridge collapse : એ ચાર કારણો જેના લીધે 135 લોકોના જીવ ગયા હતા, તપાસમાં શું ખુલાસો થયો?

સોમનાથ ભક્તોને દિવાળીની ખાસ ભેટ, અમદાવાદ-કેશોદ ફ્લાઈટ સેવા શરૂ, જાણો શું છે ટાઈમ ટેબલ

Government Job - દિવાળી પહેલા ગુજરાત સરકારે આપ્યા ગુડ ન્યુઝ, સરકારી શાળાઓમાં 13800 શિક્ષકોની થશે ભરતી

આગળનો લેખ
Show comments