યુએસ પ્રમુખ જો બાઈડન સોમવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં ભવ્ય દિવાળી સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ દીપ પ્રગટાવીને સમારોહની શરૂઆત કરી હતી, જે આ પવિત્ર તહેવારનું મહત્વપૂર્ણ પ્રતીક છે. ભારતીય મૂળના 600 થી વધુ અમેરિકન નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં ધારાશાસ્ત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સમુદાયના વિવિધ સભ્યોએ હાજરી આપી હતી.
રાષ્ટ્રપતિ બાઈડનનું ભાષણ
સમારોહ દરમિયાન સભાને સંબોધતા રાષ્ટ્રપતિ બાઈડનને કહ્યું, "મારા માટે એ ખૂબ જ સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી છે." તેમણે એ પણ નિર્દેશ કર્યો કે કેવી રીતે દક્ષિણ-એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક પાસાને સમૃદ્ધ બનાવ્યું છે.
બાઈડન આ સમુદાયની ભૂમિકાને સ્વીકારતા કહ્યું કે તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો સમુદાય છે અને હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વથી ઉજવવામાં આવે છે.