Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિસ કરવાનુ કહીને પતિએ કાપી નાખી પત્નીની જીભ

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (15:29 IST)
પતિ પત્ની વચ્ચે લડાઈ ઝગડા થવા સામાન્ય વાત છે પણ આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.  જેને સાંભળીને ભલભલાના શરીરમાં કંપારી આવી જાય. પતિએ કિસ કરવાના બહાને પત્નીની જીભ બહાર કઢાવી હતી બાદમાં અચાનક છરી કાઢી જીભ કાપી નાસી ગયો હતો. પતિ ઘર બહારથી લોક કરી અને નાસી ગયો હતો જેથી કોઈ અંદર ન આવી શકે. પત્નીએ બહેનને વીડિયો કોલ કરી ઘટના અંગે જાણ કરી હતી.
 
જુહાપુરાના મહેરાજ સોસાયટીમાં રહેતા અને પાલડીમાં નર્સ તરીકે નોકરી કરતા તસ્લિમ અયુબભાઈ મન્સૂરી સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્નનાં થોડા મહિનાઓ બાદ જ અયુબે તસ્લિમ સાથે ઝઘડાઓ શરૂ કર્યા હતા. તે કાંઈ કામ ધંધો કરતો ન હતો. બુધવારે રાત્રે અયુબે તસ્લિમને કિસ કરવાનું કહી જીભ બહાર કઢાવી હતી. અને પછી જીભને હાથમાં પકડી લીધી હતી. બાદમાં પોતાની પાસે રહેલી છરી વડે તેની જીભ કાપી નાખી હતી.
 
હાલમાં તસ્લિમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments