Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, સૌરાષ્ટ્રની નદીઓમાં પુરની સ્થિતી

Webdunia
મંગળવાર, 18 જૂન 2019 (13:15 IST)
ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ છે. દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાંમાં ખુશીની લાગણી પ્રસરી છે.

પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં એસજી હાઈવે, બોપલ, થલતેજ, ધુમા, સોલા, ચાંદલોડિયા, નરોડા, બાપુનગર, રખિયાલ, પાલડી, નારાણપુરા, આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ છે. વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં

વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ઉના અને ગીરમાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ નોંધાયો છે. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા.

ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં બે કલાકમાં 2થી 3 ઇંચ વરસાદ પડ્યો છે. તાલાલા 33 વિસાવદર- 25, વેરાવળ 25, કાલાવડ 17, સુત્રાપાડા 17, વંથલી 14, માળિયા 13, ખાંભા 13, ભેસાણ 12, મેંદરડા 12, કેશોદ 12, કલ્યાણપુર 10, જૂનાગઢ 9, કુતિયાણા 8, ગીર સોમનાથ 8, માણાવદર 7, ભાણવડ 6, પોરબંદર 6, મોરબી 4, લાલપુર 3 અને રાણાવાવમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સહિતના અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સુરત, કામરેજ, પારડી, ચિખલી, ખેરગામ અને નવસારીમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments