Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાલુપુર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી ઘરેણાં સહિત 16 લાખની ચોરી થઈ

કાલુપુર કો-ઓપરેટિવ બેંકના લોકરમાંથી ઘરેણાં સહિત 16 લાખની ચોરી થઈ
, સોમવાર, 17 જૂન 2019 (15:33 IST)
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા સારિકા જયવંત ભટ્ટ નામની મહિલાએ  સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કો-ઓપરેટિવ બેંકની જોધપુર બ્રાન્ચનાં લોકરમાંથી ઘરેણાં અને ફિક્સ ડિપોઝિટ સર્ટિફિકેટ સહિત કુલ 16,11,000 રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.સારિકા ભટ્ટ (44) એસજી રોડ પર આવેલા કર્ણાવતી ક્લબ સામેના સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે જોધપુર વિસ્તારમાં આવેલી કાલુપુર કોઓપરેટિવ બેન્કના તેમના લોકર નંબર 1457માંથી હીરા, 64 તોલાના સોના-ચાંદીના ઘરેણાં તેમજ સહારા કંપનીના ફિક્સ્ડ ડિપોઝિટ સર્ટિફિકેટની ચોરી થઈ છે. ચોરી 14 ઓગસ્ટ 2018ની વચ્ચે થઈ, જ્યારે તેમણે ગયા વર્ષે છેલ્લીવાર લોકર ખોલ્યું હતું અને આ વર્ષે 13 જૂને લોકર ખોલ્યું હતું. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર સાજીદ બલોચે કહ્યું કે, ‘લોકરની પ્રોસિઝર સામાન્ય રીતે ફૂલપ્રૂફ હોય છે. તેની માસ્ટર ચાવી બેન્ક પાસે જ્યારે બીજી ચાવી ડિપોઝિટર પાસે હોય છે. એકવાર બેન્કઅધિકારી બેન્કની ચાવી ઓપરેટ કરે છે અને બાદમાં ડિપોઝિટરને લોકર ખોલવા માટે લોકર રૂમમાં એકલો મૂકી દે છે. બેંક સેફ ડિપોઝિટ વોલ્ટમાં એક સમયે એકથી વધારે વ્યક્તિને અંદર જવા દેતી નથી’.‘થાપણદારે જ્યારે બેંક લોકર છેલ્લી વખત ખોલ્યું તેની અને અત્યાર વચ્ચે નવ મહિનાનો સમય થઈ ગયો છે. અમે બેંકના અધિકારીઓ સાથે વાત કરી હતી જેમણે કહ્યું કે આ પહેલા આવી ઘટના ક્યારેય બની નથી. અમે આ માટે FSL ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે સાથે જ અન્ય શક્યતાઓને જોતા બેંકના સીસીટીવી ફૂટેજ અને રેકોર્ડની પણ તપાસ કરી રહ્યા છીએ’.આ કેસના તપાસ અધિકારી PSI ડી.કે. ગમારાએ કહ્યું કે, ‘ફરિયાદ શનિવારે નોંધાઈ હતી અને અમે આજથી તપાસ શરૂ કરીશું’.સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઈનચાર્જ ઈન્સ્પેક્ટર સાજીદ બલોચે કહ્યું કે, ‘જ્યારે ડિપોઝિટર લોકર ખોલે છે ત્યારે ત્યાં કોઈ બેંક અધિકારી હોતો નથી. આ સિવાય લોકર ખોલવા માટે તમારે બે ચાવીની જરૂર પડે છે. આ સિવાય બીજી કોઈ ચાવી હોતી નથી. સેફ ડિપોઝિટ વોલ્ટની મુલાકાત લેતા ડિપોઝિટરની પહેલા એન્ટ્રી પાડવામાં આવે છે. તમારી ચાવી સુરક્ષિત જગ્યાએ હોય અને લોકરમાં બધી વસ્તુ જેમની તેમ છે તે ચકાસવા માટે નિયમિત રીતે લોકરની મુલાકાત લેવી જોઈએ, ડિપોઝિટરે આટલી સાવધાની વર્તવાની જરૂર છે’.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું લીચી ખાવાથી થઈ રહ્યું છે ચમકી તાવ? 80 બાળકોનો જીવ લેતો ઈંસેફલાઈટિસ લક્ષણ જાણો