Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ ગયેલા ગુજરાતીનું ઠંડીના કારણે મોત, સુરતના 10 યાત્રાળુ 3 દિવસથી ટેન્ટમાં ફસાયા

Webdunia
રવિવાર, 9 જુલાઈ 2023 (17:25 IST)
અમરનાથ ગયેલા ગુજરાતીનું ઠંડીના કારણે મોત- પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું
 
વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે જતાં સમયે ફસાયા હતા. જેમાં અમરનાથ ગયેલા વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું છે. રાજેન્દ્રભાઈ ભાટિયાના મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
 
30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે
હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે.આ દરમિયાન મધ્ય યાત્રાએ ગુજરાતના ફસાયેલા 30 યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી રહ્યા છે. 30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે. જેમાંથી સુરતના યાત્રાળુએ વીડિયો બનાવી ત્યાંની પરિસ્થિતિની આપવીતી જણાવતા કહ્યું હતું કે, યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે સતત બરફ અને વરસાદ પડી રહ્યો છે. 
 
 
સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી 
યાત્રાળુઓએ વીડિયોમાં કહ્યું હતું કે, અમને રાખવામાં આવેલા તમામ ટેન્ટ પણ પલળી ગયા છે. અમે જે ટેન્ટમાં રહીએ છીએ, તેમાં ગાદલાં પણ પલળી ગયા છે અને ખૂબ જ ભયંકર ઠંડી લાગી રહી છે. અમે સતત છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છે.યાત્રાળુએ જણાવી રહ્યા છે કે ખૂબ જ ઠંડીને કારણે અને ગરમ વસ્તુઓ પલડવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે. યાત્રાળુએ બનાવેલા વીડિયોમાં મહિલા જલ્દીથી તેમને હેલિકોપ્ટર મારફતે બહાર કાઢવા સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી કરી રહી છે .
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments